Sunday, May 18, 2025
Google search engine
HomeNewsMumbaiમુકેશ અંબાણીને ધમકી મળતાં પોલીસનો ચુસ્ત-બંદોબસ્ત

મુકેશ અંબાણીને ધમકી મળતાં પોલીસનો ચુસ્ત-બંદોબસ્ત

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરની પાસેથી વિસ્ફોટકોથી ભરેલી જે અજ્ઞાત કાર મળી હતી, તે ચોરીની હતી. આ ગાડીમાંથી જિલેટિનની 20 સ્ટિક્સ મળી આવી હતી. એ  સાથે અમુક અન્ય દસ્તાવેજ પણ મળ્યા હતા, ત્યાર પછી કેસની તપાસ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સરકારે આ મામલાની તપાસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધી છે કારની અંદરથી એક બેગ મળી, જેના પર ‘મુંબઈ ઇન્ડિયન્સ’ લખેલું હતું. એક ચિઠ્ઠી પણ મળી છે, જેમાં અંબાણીને ધમકી આપવામાં આવી હતી. તૂટેલા-ફૂટેલા અંગ્રેજીમાં લખેલા આ પત્રમાં મુકેશ અને નીતા અંબાણીનો ઉલ્લેખ કરાયેલો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિસ્ફોટક રાખનારે એક મહિના સુધી એન્ટિલિયાની રેકી કરી હતી. આટલું જ નહીં આ લોકોએ ઘણી વખત મુકેશ અંબાણીના કાફલાનો પીછો પણ કર્યો.
મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે  આ કેસની તપાસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ ઉપરાંત ગુપ્ત એજન્સીઓ પણ આ કૃત્ય પાછળ કોણ છે તેની તપાસમાં લાગી રહી છે. મુંબઈની તમામ ચેકપોસ્ટ એલર્ટ પર છે અને અહીંથી પસાર થતી કારોની તપાસ કરવામાં આવી રહી છે. બોમ્બ સ્ક્વોડ અજ્ઞાત કારને પોતાના કબજામાં લઈ લીધી છે. મુકેશ અંબાણીના રેસિડન્સ આસપાસના વિસ્તારની સુરક્ષા-વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે એન્ટિલિયાની બહાર જે ગાડી મળી એ સ્કોર્પિયો કાર હતી. આ ગાડીને આશરે એક વાગ્યે ઊભી કરવામાં આવી હતી. આ મામલાની તપાસ માટે પોલીસે 10 ટીમ બનાવી છે. ATS અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની આ ટીમોને અલગ અલગ ટાસ્ક આપવામાં આવ્યો છે. પોલીસને તપાસ દરમિયાન કારમાંથી 20 નંબર પ્લેટ મળી આવી છે. આ કેસમાં વિસ્ફોટક પદાર્થ અધિનિયમ 1908 ના 286, 465, 473, 506 (2), 120 (બી) આઈપીસી અને યુ / 4 હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular