Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalએર ઇન્ડિયામાં ભરતી સામે ત્રણ ગણા ઉમેદવારો આવતા નાસભાગ સર્જાઈ

એર ઇન્ડિયામાં ભરતી સામે ત્રણ ગણા ઉમેદવારો આવતા નાસભાગ સર્જાઈ

એર ઈન્ડિયા એર લાઈન્સે આજે 1800 જેટલી ખાલી જગ્યા માટે વોક-ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું હતું. આ ઈન્ટરવ્યૂ મુંબઈ સ્થિક કાલનિનામાં થવાના હતા. જ્યારે ઈન્ટરવ્યૂ દરમિયાન નોકરીની જગ્યા કરતા વધુ ઉમેદવારો આવી પહ્યા નાસભાગ જેવી પરિસ્થિતી સર્જાય હતી.

દેશમાં ફરી એક વખત બેરોજગારી વધી હોવાની સાબિતી આપતો વીડિયો વાયરલ થયો છે. વાત એમ છે કે, એર ઈન્ડિયા એર લાઈન્સમાં દ્વારા અલગ અલગ લગભગ 1800 જેટલી ખાલી જગ્યા માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યુ હતું. આ વખતે મુંબઈના કલિનામાં એર ઈન્ડિયા કંપનીની ઓફિસમાં નાસભાગ જેવી સ્થિતિ જોવા મળી હતી. મળતી માહીતિ અનુસાર લગભગ 1800 જેટલી જગ્યા માટે 25000 ઉમેદવારોની ભીડ ઉમટી હતી. ભારે સંખ્યામાં ઉમેદવારોનો જમાવડો થતા ભીડ બેકાબુ બની હતી. જે બાજ તાત્કાલિકના ધોરણે ઉમેદવારોના સીવી લઈ જવાનું કહેવામાં આવ્યું. આ ઉપરાંત વધુ ભીડના કારણે ઈન્ટરવ્યૂની જગ્યા પર પોલીસે પણ બોલાવવાની ફરજ પડી હતી. જ્યારે સૂત્રોનું માનીયે તો આ લાઈન લગભગ એક કિલો મીટર લાંબી હોવાનું જાણવા મળી રહ્યું છે.

થોડો દિવસો અગાઉ ગુજરાતના ભરૂતનો પણ એક આવો વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક કંપની ઓપન ઈન્ટરવ્યૂમાં 10ની જગ્યા માટે 1000 લોકો ઉમટ્યા હતા. ત્યારે ભારે સંખ્યામાં ઉમેદવારો હોવાથી ભીડ બેકાબૂ બની હતી. અને હોટલની રેલીગ તૂટી પડી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular