Wednesday, May 28, 2025
Google search engine
HomeNewsNationalસુપ્રીમ કોર્ટ BBCની ડોક્યુમેન્ટરી પર આગામી સપ્તાહે સુનાવણી કરશે

સુપ્રીમ કોર્ટ BBCની ડોક્યુમેન્ટરી પર આગામી સપ્તાહે સુનાવણી કરશે

નવી દિલ્હીઃ BBCની ડોક્યુમેન્ટટરી પર પ્રતિબંધ લગાવવાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોચ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં BBCની ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ લગાવવાની સામે અરજી દાખલ કરવામાં આવી છે. વકીલ મનોહલ લાલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ લગાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારવાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ છઠ્ઠી ફેબ્રુઆરીએ આ મામલે સુનાવણી કરશે.

અરજીકર્તા વકીલ એમએલ શર્માએ જલદી સુનાવણી કરવાની માગ કરી હતી, પણ CJI ડી. વાય. ચંદ્રચૂડે કહ્યુ હતું કે છઠ્ઠી ફેબ્રુઆરીએ સુનાવણી થશે. આ અરજીમાં વર્ષ 2003માં ગુજરાતમાં સાંપ્રદાયિક રમખાણે અને એના પહેલા અને પછી બનેલી પરિસ્થિતિઓ પર BBCની બનાવવામાં આવેલી આ વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી ઇન્ડિયા ધ મોદી ક્વેશ્ચન પર કથિત પ્રતિબંધ લગાવ્યા પછી કેન્દ્ર સરકારના આદેશને પડકારવામાં આવ્યો હતો. અરજીકર્તાએ આ ડોક્યુમેન્ટરી પર કેન્દ્ર સરાકના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા 21 જાન્યુઆરીએ જારી આદેશમાં મનમનાન્યો, દુર્ભાગ્યપૂર્ણ અને ગેરબંધારણીય જણાવતા રદ કરવાનો નિર્દેશ આપવાની માગ કરી હતી.આ અરજીમાં કોર્ટ પાસે વિનંતી કરવામાં આવી હતી કે દેશમાં વિવાદની જડ બનેલી BBCની આ ડોક્યુમેન્ટરીના બંને ભાગ –કોર્ટમાં મગાવીને એમાં રહેલી સામગ્રીના તથ્યો આધારિત તપાસ કરવામાં આવે. ત્યાર બાદ કોર્ટ એ લોકોની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપે, જે 2002ના ગુજરાતનાં રમખાણો માટે પ્રત્યક્ષ કે પરોક્ષ તરીકે જવાબદાર હતાં.

કોર્ટે એ નક્કીર કરી દેશે શું દેશના નાગરિકોને બંધારણની કલમ 19 (1) (2) હેઠળ અભિવ્યક્તિના આધિકાર હેઠલ 2002ના ગુજરાતનાં રમખાણો પર સમાચાર, તથ્યો અને રિપોર્ટ જોવાનો અધિકાર છે?  શું કેન્દ્ર સરકાર પ્રેસની સ્વતંત્રતા અને અભિવ્યક્તિના મૌલિક અધિકાર પર અંકુશ લગાવી શકે છે?

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular