Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalCoWIN-એપ, વેબસાઈટ પર બાળકોનાં-રસીકરણ માટે નોંધણી શરૂ

CoWIN-એપ, વેબસાઈટ પર બાળકોનાં-રસીકરણ માટે નોંધણી શરૂ

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ હાલ વધી રહ્યા છે ત્યારે 15-18 વર્ષની વયનાં બાળકોને કોરોના-વિરોધી રસી આપવાની કામગીરી આવતીકાલથી, 3 જાન્યુઆરીથી શરૂ થશે. બાળકો માટેની રસીકરણ ઝુંબેશ માટે દેશભરમાં રસીકરણ કેન્દ્રો તૈયાર કરવામાં આવી રહ્યા છે. બાળકોને રસી આપવાની પ્રક્રિયા સરળતાપૂર્વક પાર પડે એ માટે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે રસી માટે પાત્ર હોય એવા બાળકોનાં નામ નોંધાવવાનું અને રસી મૂકાવવા માટેનો સમય બુક કરાવવાનું કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત CoWIN એપ્લિકેશન અને વેબસાઈટ મારફત ગઈ કાલ, 1 જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે.

15-18 વર્ષની વયનાં બાળકો ઓનલાઈન પોર્ટલ પર એમનું નામ નોંધાવી શકે છે અથવા નિર્ધારિત કેન્દ્રો ખાતે સીધા જઈને પણ રસી લઈ શકે છે. ઓનસાઈટ (કેન્દ્ર) પર નામ નોંધણી કામગીરી 3 જાન્યુઆરીથી શરૂ થશે. જે બાળકો પાસે આધાર કાર્ડ નંબર ન હોય કે અન્ય ઓળખપત્ર ન હોય તો તેઓ એમનાં વિદ્યાર્થી આઈકાર્ડનો ઉપયોગ કરીને CoWIN પોર્ટલ પર નામ નોંધાવી શકે છે. આ બાળકોને હાલપૂરતું માત્ર ભારત બાયોટેકની કોવેક્સિન રસી જ આપવામાં આવશે. એમણે રસીકરણ કેન્દ્ર ખાતે ઓળખપત્રનું કાયદેસર ફોર્મ સાથે રાખવાનું રહેશે. રસીનો ડોઝ અપાઈ ગયા બાદ તેઓ CoWIN એપ અથવા પોર્ટલ પરથી એમની વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular