Sunday, July 20, 2025
Google search engine
HomeNewsNationalપોસ્ટ-ઓફિસ અકાઉન્ટહોલ્ડરને એપ્રિલથી રોકડ-ઉપાડ પર ચાર્જ લાગશે

પોસ્ટ-ઓફિસ અકાઉન્ટહોલ્ડરને એપ્રિલથી રોકડ-ઉપાડ પર ચાર્જ લાગશે

નવી દિલ્હીઃ જો તમારું ખાતું ઇન્ડિયા પોસ્ટ ઓફિસમાં છે તો આ સમાચાર તમને નિરાશ કરનારા છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કે રોકડ જમા કરવા અને ઉપાડ પર ચાર્જ વસૂલવાનો નિર્ણય કર્યો છે. નવા ચાર્જ એક એપ્રિલ, 2021થી અમલમાં આવશે. જોકે ખાતાના પ્રકાર અનુસાર ચાર્જ નક્કી કરવામાં આવશે.

જોકે મહિનામાં ચાર વાર રોકડ ઉપાડ પર કોઈ ચાર્જ નહીં લગાવવામાં આવે. ત્યાર બાદ પ્રત્યેક લેવડદેવડ પર ઉપાડ કરવામાં આવેલી રકમના રૂ. 25 અથવા 0.50 ટકા ચાર્જ લેવામાં આવશે. જોકે રોકડ જમા કરવા માટે કોઈ ચાર્જ નહીં આપવો પડે. તમે કોઈ પણ વધારાનો ચાર્જ આપ્યા વગર રોકડ રકમ જમા કરાવી શકશો. સેવિંગ્સ અને કરન્ટ એકાઉન્ટ પર ચાર્જ લગાડવામાં આવશે.

જો સેવિંગ્સ એકાઉન્ટ સિવાય જો તમારી પાસે સેવિંગ્સ ખાતું અથવા કરન્ટ એકાઉન્ટ ખાતું છે તો તમે વધારાનો ચાર્જ ચૂકવ્યા વગર પ્રતિ મહિને રૂ. 25,000 સુધીનો ઉપાડ કરી શકશો. ત્યાર બાદ પ્રત્યેક  ઉપાડ પર રૂ. 25 અથવા 0.50 ટકા ચાર્જ લેવામાં આવશે. જો તમે મહિનામાં રૂ. 10,000 સુધીની રોકડ જમા કરશો તો કોઈ ચાર્જ નહીં લાગે. જો તમે નાથી વધુ રકમ જમા કરશો તો પ્રત્યેક જમા વ્યવહાર પર લઘુતમ રૂ. 25 અતવા કુલ મૂલ્યના 0.50 ટકા ચાર્જ લેવામાં આવશે.

આધાર આધારિત વ્યવહાર પર પણ ચાર્જ

આધાર આધારિત AEPS વ્યવહારની વાત કરીએ તો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કના નેટવર્ક પર કેટલાક પણ વ્યવહાર કરવામાં આવશે તો એ સંપૂર્ણ રીતે મફત છે. જોકે નોન આઇપીપીબી પર એક મહિનામાં ત્રણ વ્યવહાર ફ્રી છે, જેમાં રોકડ જમા કરવા, ઉપાડ કરવા અને મિની સ્ટેટમેન્ટ કાઢવું સામેલ છે. તેના પછી વ્યવહાર પર ચાર્જ લાગશે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular