Monday, July 21, 2025
Google search engine
HomeNewsNationalભારતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 37,000ને પાર; 1,218નાં મોત

ભારતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 37,000ને પાર; 1,218નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 1,218 લોકોનાં મોત થયાં છે, જ્યારે આ વાઇરસના ચેપનો શિકાર બનેલા લોકોની સંખ્યા 37,336ની થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,293 નવા કેસ સામે આવ્યા છે અને 71 લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસો સામે આવ્યા છે. થોડા રાહતના સમાચાર એ છે કે આ બીમારીમાં થી અત્યાર સુધી 9951 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. રિકવરી રેટ 26.64 ટકા છે. કોરોના સંક્રમણ વધુ ના ફેલાય એ માટે દેશભરમાં લોકડાઉનને 17 મે સુધી વધારવામાં આવ્યું છે.

દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધી 61નાં મોત

રાજધાની દિલ્હીમાં આ વાઇરસના સંક્રમણના મામલા વધીને 3738 થઈ ગયા છે. પાછલા 24 કલાકમાં અહીં 223 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે બે દર્દીઓનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં 73 દર્દીઓ સ્વસ્થ થયા છે.  એની સાથે અહીં કુલ 1167 લોકો આ વાઇરસમાંથી સ્વસ્થ થયા છે. દિલ્હીમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 61 લોકોનાં મોત થયાં છે.

વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 33 લાખને પાર

વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 33,43,856 થઈ ગઈ છે. આ વાઇરસથી અત્યાર સુધીમાં 2,38,645 લોકોનાં મોત થયાં છે. થોડી રાહતની વાત એ છે કે આ બીમારીમાંથી 10,53,271 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.

દેશમાં કોરોના વાઇરસના કેસોની રાજ્યવાર સ્થિતિ આ મુજબ રહી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular