Friday, May 23, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના કેસોની સંખ્યા 95 લાખને પાર

કોરોનાના કેસોની સંખ્યા 95 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 95 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 35,551 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 526 લોકોનાં મોત થયાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 95,34,964 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,38,648 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 89,73,373 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 40,726 દર્દીઓ સ્વસ્થ થયા છે.  જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,22,943એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.94 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.

સુરતમાં 1508 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

કોરોના મામલે સુરતની હાલત ખૂબ ગંભીર છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ રોકવા તંત્ર પગલા લઇ રહી છે છતાં પણ કેસમાં વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં છેલ્લા 15 દિવસમાં જ માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં વધારો થઇ રહ્યો છે. અઠવા વિસ્તારમાં 327 કન્ટેનમેન્ટ ઝોન બન્યા છે. જ્યારે રાંદેર વિસ્તારમાં 385 કન્ટેનમેન્ટ ઝોન થયા છે. દિવાળી સમયે સુરતમાં 830 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન હતા, જે વધી ને 1508 થયા છે. કતારગામમાં 205 કન્ટેનમેન્ટ ઝોન છે તો લીંબાયતમાં 195 કન્ટેનમેન્ટ ઝોન છે. વરાછા એ ઝોનમાં 160 છે, જ્યારે વરાછા બી ઝોનમાં 68 કન્ટેનમેન્ટ ઝોન છે અને ઉધનામાં 81 કન્ટેનમેન્ટ ઝોન છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular