Friday, July 4, 2025
Google search engine
HomeNewsNationalનવા CM વિધાનસભ્યોમાંથી હશેઃ રાજ્યના ભાજપાધ્યક્ષ

નવા CM વિધાનસભ્યોમાંથી હશેઃ રાજ્યના ભાજપાધ્યક્ષ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ફરી એક વાર રાજકીય ગરમાવો આવ્યો છે. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તિરથ સિંહ રાવતના શુક્રવારે નાટકીય ઘટનાક્રમમાં રાજીનામું આપ્યા પછી ભાજપના વિધાનસભ્યોના દળની બેઠક થશે, જેમાં નવા નેતાની ચૂંટણી થશે. તિરથ સિંહ મુખ્ય પ્રધાનપદે ચાર મહિના જ રહ્યા. તિરથ સિંહ રાવતે શુક્રવારે સાંજે ભાજપઅધ્યક્ષ જેપી નડ્ડાને રાજીનામું આપી દીધું હતું. મોડી રાત્રે તેમણે ઔપચારિક રીતે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું. રાવતે ગઈ કાલે સવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાથી મુલાકાત કરી હતી. તેમણે બંધારણીય સંકટને કારણે રાજીનામું આપ્યું હતું. દહેરાદૂનના કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર, ભાજપના પ્રદેશ પ્રભારી દુષ્યંત ગૌતમની હાજરીમાં વિધાન મંડળની બેઠકમાં નવા નેતાની ચૂંટણી થશે. તોમર દહેરાદૂન પહોંચ્યા છે. બપોરે ત્રણ કલાકે વિધાનસભાની બેઠકમાં નવા નેતાની ચૂંટણી કરવામાં આવશે. ઉત્તરાખંડમાં 70 સીટોમાં ભાજપના 57 વિધાનસભ્યો છે. આમાંથી એક બેઠક ગંગોત્રીની ભાજપની ખાલી છે.

સતપાલ મહારાજ અને ધન સિંહ રાવતે ટોચના નેતૃત્વને સંદેશ મોકલ્યો છે કે તેઓ મુખ્ય પ્રધાનપદની ખુરશી સંભાળવા તૈયાર છે. આ પહેલાં ત્રિવેન્દ્ર સિંહ રાવતના રાજીનામા પછી તિરથ સિંહ રાવત મુખ્ય પ્રધાનપદે આરૂઢ થયા હતા. તિરથ સિંહ રાવતનો કાર્યકાળ વિવાદોમાં રહ્યો હતો. તિરથ સિંહનાં નિવેદનો અને ઘોષણાઓને લઈને જનતામાં તેમની સામે નારાજગી છે. તેઓ પોતાની સરકારનાં પાછલાં કામોની ટીકા કરીને ખરાબ રીતે ફસાયા હતા.

ઉત્તરાખંડમાં 21 વર્ષમાં 10 CM બન્યા

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તિરથ સિંહે ચાર મહિના મુખ્ય પ્રધાનપદે રહી શક્યા. તેઓ રાજ્યના 10મા એવા શખસ છે, જેમણે મુખ્ય પ્રધાનપદ સંભાળ્યું હોય. ઉત્તરાખંડના ઇતિહાસમાં કોંગ્રેસ તરફથી સિનિયર નેતા નાયારણ દત્ત તિવારી એકલા એવા મુખ્ય પ્રધાન હતા , જેમણે મુખ્ય પ્રધાનનો કાર્યકાળ પાંચ પૂરો કર્યો હોય. તિવારી બીજી માર્ચ, 2002થી માંડીને 7 માર્ચ, 2007 સુધી રાજ્યના મુખ્ય પ્રધાન રહ્યા હતા.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular