Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsNationalભારતીય રેલવેની સૌથી લાંબી ટનલ જમ્મુ-કાશ્મીરમાં 

ભારતીય રેલવેની સૌથી લાંબી ટનલ જમ્મુ-કાશ્મીરમાં 

શ્રીનગરઃ કાશ્મીર ખીણની સાથે એકીકૃત થવા માટે દેશનું સપનું 2023 સુધી સાકાર થશે, કેમ કે કાશ્મીર રેલવે પ્રોજેક્ટ ભારતીય રેલવે સાથે જોડાવા માટે તૈયાર થવામાં છે. આ પ્રોજેક્ટ દેશમાં સૌથી વધુ ઊંચાઈવાળું રેલવે નેટવર્ક છે, જે પીર પંજાલ પર્વતની ગિરિમાળામાં ગુરુત્વાકર્ષણને અવગણનારું છે.

કાશ્મીરમાં રેલવે માર્ગ જટિલ છે, કેમ કે હિમાલયની ખતરનાક ઊબડખાબડ ભૂગોળને કારણે છે. જોકે ભારતીય એન્જિનિયરોએ ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલવે લિંક (USBRL) બિઝાવીને અસંભવને સંભવ બનાવ્યું છે. એન્જિનિયરોએ મુખ્ય T-49 ટનલમાં અસાધારણ દ્રષ્ટિકોણ દાખવ્યો છે.

જોકે આ પ્રોજેક્ટ છેલ્લાં કેટલાંક વર્ષોમાં કોરોના રોગચાળાને કારણે ધીમો પડ્યો હતો, પણ નિષ્ણાત ટીમે 11.2 કિલોમીટર લાંબી પીજ પંજાલ સુરંગને પાર કરી લીધી છે, જે સુંબર અને અર્પિંચલા સ્ટેશનની વચ્ચે છે, જે  USBRL પ્રોજેક્ટ 272 કિમી લાંબો છે, જેમાં 73 ગામોમાં 1,47,000 લોકો રહે છે, જેમને માટે રસ્તાની સુવિધા પણ વિકસાવવામાં આવી છે. જેમાં 161 કિમી 29 ગામોને જોડે છે.

આ રેલવે ટ્રેક અત્યાર સુધીનો સૌથી મોટો એન્જિનિયરિંગ પડકાર હતો. T-49માં સુરક્ષાનાં બે દ્વાર છે- મુખ્ય સુરંગ અને એક બચવા માટેની વચ્ચેથી સુરંગ. આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુરૂપ મુખ્ય સુરંગ ચાલે છે અને બચાવ માટે દરેક 375 મીટર પર ક્રોસ પેસેજથી જોડાયેલી છે.

સુરંગનું ઉત્તરી પ્રવેશદ્વાર 1600 મીટરની ઊંચાએ રામબન જિલ્લાના અર્પિંચલા ગામની પાસે છે, જ્યારે ટનલ T-49નું દક્ષિણ પ્રવેશદ્વાર જમ્મુ-કાશ્મીરમાં જિલ્લાની મુખ્ય ઓફિસ રામબનથી 45 કિમી દૂર 1400 મીટરને ઊંચાઈએ સ્થિત છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular