Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalઇલાજ તો કરવો પડશે, ટ્રેક્ટર તૈયાર રાખોઃ ટિકૈત

ઇલાજ તો કરવો પડશે, ટ્રેક્ટર તૈયાર રાખોઃ ટિકૈત

નવી દિલ્હીઃ કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે રવિવારે સરકારને ધમકી આપી હતી. ટિકૈતે કહ્યું હતું કે ઇલાજ કરવો પડશે. છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી દિલ્હીની વિવિધ સરહદે મોટી સંખ્યામાં પંજાબ, હરિયાણા અને પશ્ચિમી યુપીના ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોની માગ ગયા વર્ષે બનાવવામાં આવેલા કૃષિ કાયદાઓને રદ કરવા અને એમએસપી પર કાયદો બનાવવા માટેની છે.

ખેડૂત નેતા અને ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે ટ્વીટ કરીને આંદોલન તેજ કરવા માટે કહ્યું હતું. તેમણે ટ્વીટ કરતાં કહ્યું હતું કે સરકાર માનવાની નથી. ઇલાજ તો કરવો પડશે. ટ્રેક્ટરોની સાથે તૈયારી રાખો. જમીન બચાવવા માટે ફરી આંદોલન તેજ કરવું પડશે. એના એક દિવસ પહેલાં ટિકૈતે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર એ વહેમ કાઢી કાઢે કે ખેડૂત પરત ફરશે. ખેડૂત ત્યારે પરત જશે, જ્યારે માગ પૂરી થશે. અમારી માગ છે કે ત્રણે કાયદા રદ થાય અને એમએસપી પર કાયદો બને.

બોર્ડર પર બેઠેલા ખેડૂતો અને સરકારના વચ્ચે સમાધાન થાય એવી હાલ કોઈ શક્યતા જણાતી નથી. બંને વચ્ચે કેટલીય વાર વાટાઘાટ થઈ ચૂકી છે, પણ કોઈ પણ પરિણામ નથી નીકળી શક્યું. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું હતું કે એ કાયદા રદ નહીં કરે. જો ખેડૂત કોઈ સંશોધન કરવા ઇચ્છે તો ફરી એ કરવા તૈયાર છે. સરકારે કાયદાઓને દોઢ વર્ષ વિલંબિત કરવાનો પ્રસ્તાવ ખેડૂતોને આપ્યો હતો, પણ ખેડૂતોની માગ પ્રારંભથી જ આ કાયદા રદ કરવાની છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular