Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNational CoWIN એપનું બ્લડ બેન્ક, બાળકોના રસીકરણ સુધી વિસ્તરણ કરાશે

 CoWIN એપનું બ્લડ બેન્ક, બાળકોના રસીકરણ સુધી વિસ્તરણ કરાશે

નવી દિલ્હીઃ સરકાર દેશમાં આરોગ્ય ક્ષેત્રે એક રાષ્ટ્રીય ડેટા બનાવવાની યોજના બનાવી રહી છે. સરકાર આ માટે COWIN એપમાંની ક્ષતિઓ દૂર કરવા અને ઇમર્જન્સી સેવાઓ સામાન્ય જનતા સુધી પહોંચાડવા માટે કોરોના રોગચાળા માટે બનાવેલી એપના વિસ્તરણની યોજના બનાવી રહી છે. CoWIN એપને સરકારની મુખ્ય જાહેર આરોગ્ય વીમા કાર્યક્રમ- આયુષ્માન ભારત ડિજિટલ મિશન અને હુનિક હેલ્થ આઇડેન્ટિફિકેશન નંબર્સ સાથે લિન્ક કરવામાં આવશે, એમ શર્માએ કહ્યું હતું.

કોરોના રોગચાળામાં ડિજિટલ પ્લેટફોર્મ, જે ભારતીય નાગરિકોના રસીકરણનો ડેટા જાળવે છે અને રસીકરણ માટેનું શિડ્યુઅલ બનાવવામાં મદદ કરે છે, એને સરકાર બાળકોના રસીકરણની સાથે-સાથે બ્લડ બેન્કો પર ડેટા રેકોર્ડ કરવામાં પણ વિસ્તરણ કરી શકાય છે, એમ નેશનલ હેલ્થ ઓથોરિટીના CEO આર. એસ. શર્માએ જણાવ્યું હતું.

COWIN એપ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનારે શર્માએ કહ્યું હતું કે હવે આપણી પાસે એક પ્લેટફોર્મ છે, જે અનેક બાબતોને સાંકળી શકે છે. આ એપને સરકારના મુખ્ય જાહેર આરોગ્ય વીમા કાર્યક્રમ સાથે પણ જોડી શકાય છે, જેમાં આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનના સત્તાવાળાઓને આ પહેલનું કામ સોંપવામાં આવ્યું છે. જેથી દરેક ભારતીય માટે આરોગ્ય ક્ષેત્રે એક યુનિક હેલ્થ આઇડેન્ટિફિકેશન નંબર્સનો માર્ગ કંડારી શકાશે, એમ તેમણે કહ્યું હતું.

જોકે સરકારનું આ પગલું  કોરોના વાઇરસ રોગચાળા સામેની લડાઈમાં 115 કરોડથી વધુના ડોઝ આપવામાં આવ્યા એ પછી આવ્યું છે. વળી, સરકારની દેખરેખ હેઠળના જાહેર આરોગ્ય સંભાળના કાર્યક્રમોમાં ખામીઓ કે ડેટા ખરાબ થાય તો એને ફરીથી તૈયાર કરવામાં COWIN કેન્દ્ર સરકારની નિગરાનીમાં મદદ કરશે.

હવે એક બાળકને કોઈ વ્યક્તિ રસી ગમેત્યાં લેશે, પણ એની નોંધણી આ પ્લેટફોર્મ પર નોંધવામાં આવશે. વળી કોઈને બ્લડની જરૂર પડશે તોપણ આ એપના માધ્યમથી એ પહોંચાડી શકાશે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular