Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsNational‘કોવિડ મેનેજમેન્ટ સેલ’ની જવાબદારી સેનાના થ્રી-સ્ટાર જનરલ સંભાળશે

‘કોવિડ મેનેજમેન્ટ સેલ’ની જવાબદારી સેનાના થ્રી-સ્ટાર જનરલ સંભાળશે

નવી દિલ્હીઃ દેશમાં જારી કોરોના વાઇરસની બીજી લહેરના પ્રકોપના બચાવ માટે હવે ભારતીય સેના પણ આગળ આવી છે. ભારતીય સેના થ્રી-સ્ટાર જનરલ હેઠળ એક ‘કોવિડ મેનેજમેન્ટ સેલ’ બનાવી રહી છે, જેનાથી રોગચાળા સામેની લડાઈમાં મદદ મળી રહેશે.

એક અધિકારીએ કહ્યું હતું કે આ સેલનું સંચાલન ઓપરેશન લોજિસ્ટિક્સ અને સ્ટ્રેટેજિક મુવમેન્ટના ડિરેક્ટર દ્વારા કરવામાં આવે છે. નાગરિક અધિકારીઓની સહાયની દેખરેખ કરતાં થ્રી-સ્ટાર અધિકારી સીધા ઉપ-પ્રમુખને રિપોર્ટ કરશે. સેનાએ એક નિવેદનમાં કહ્યું હતું કે સ્ટાફિંગ અને લોજિસ્ટિક સપોર્ટના પાસાને સમન્વિત કરવા માટે એક ડિરેક્ટર જનરલ રેન્કના અધિકારી હેઠળ એક વિશેષ કોવિડ મેનેજમેન્ટ સેલની સ્થાપના કરવામાં આવી છે, જે સીધા સેનાના કર્મચારીઓના પ્રમુખોને રિપોર્ટ કરે છે.

સંરક્ષણ મંત્રાલયના સશસ્ત્ર દળ અને અન્ય વિંગ કોવિડ-19ની લડાઈના રાષ્ટ્રીય પ્રયાસોના કેન્દ્રમાં રહ્યા છે. તેમણે કોરોનાની હોસ્પિટલોની સ્થાપના કરી છે. ઓક્સિજન ઉત્પાદનમાં વધારો કર્યો છે અને કોરોનાના કેસોમાં વધારા સામે રાજ્ય સરકારોને મદદ કરવા માટે મેડિકલ ક્ષેત્રના કર્મચારીઓ અને ઓક્સિજન કન્ટેનરો અને એરલિફ્ટ કરવામાં આવે છે.

સેનાના ભૂતપૂર્વ અધિકારીઓ અને તેમના આશ્રિતો માટે વિશેષ રૂપે કામ કરી રહ્યા છે. તેઓ દિલ્હી, અમદાવાદ, લખનૌ, વારાણસી અને પટનામાં સ્થાપિત થવાની પ્રક્રિયામાં પાંચ કોવિડ-19ની હોસ્પિટલોમાં નાગરિક અધિકારીઓની સહાયતા માટે મેડિકલ સંસાધનો રહેનાત કરવામાં આવ્યા છે, એમ નિવેદનમાં કહેવામાં આવ્યું છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular