Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalકેન્દ્રીય કેબિનેટે બેન્કોના વિલીનીકરણને મંજૂરી આપી

કેન્દ્રીય કેબિનેટે બેન્કોના વિલીનીકરણને મંજૂરી આપી

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે 10 સરકારી બેન્કોના વિલીનીકરણ કરીને ચાર મોટી બેન્ક બનાવવા માટે મંજૂરી આપી દીધી છે,એમ નાણાપ્રધાન નિર્મલા સીતારામને આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે બેન્કો પહેલી એપ્રિલથી આ મર્જર માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. તેમણે કહ્યું હતું કે આ વિલીનીકરણથી બેન્કોના કોર બેન્કિંગની ઓપરેશન્સને કોઈ અસર નહીં થાય.

દેશની સૌથી મોટી બીજી બેન્ક PNB યોજના પ્રમાણે યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા તથા ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સનું પંજાબ નેશનલ બેન્કમાં વિલીનીકરણ થશે. જે દેશની સૌથી મોટી સરકારી બેન્ક બનશે

આ બેન્કોનું વિલીનીકરણ

વિલીનીકરણ એક

પંજાબ નેશનલ બેન્ક, ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા (બીજી સૌથી મોટી બેન્ક, વેપાર- રૂ. 17.95 લાખ કરોડ)

વિલીનીકરણ 2

કેનેરા બેન્ક અને સિન્ડિકેટ બેન્ક (ચોથી સૌથી મોટી બેન્ક, વેપાર રૂ. 15.20 લાખ કરોડ)

વિલીનીકરણ 3

યુનિયન બેન્ક, આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્ક (પાંચમી સૌથી મોટી બેન્ક, વેપાર- રૂ. 14.46 લાખ કરોડ)

વિલીનીકરણ ચાર

ઇન્ડિયન બેન્ક, અલાહાબાદ બેન્ક અને કોર્પોરેશન બેન્ક, (સાતમી મોટી બેંક, વેપાર- રૂ. 8.08 લાખ કરોડ)

આ 10 બેન્કોના વિલીનીકરણથી વિશ્વ સ્તરની બેન્ક બનાવવાનો સરકારનો ઉદ્દેશ છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular