Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalકેન્દ્રએ ખેડૂતોનાં ખાતાંમાં 49,965-કરોડ સીધા ટ્રાન્સફર કર્યા

કેન્દ્રએ ખેડૂતોનાં ખાતાંમાં 49,965-કરોડ સીધા ટ્રાન્સફર કર્યા

નવી દિલ્હીઃ ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે રવી સીઝન 2021-22માં ખરીદી સુચારુરૂપે ચાલતાં નવ મે સુધી કુલ 337.95 LMT ઘઉં ખરીદી કરવામાં આવ્યા છે, જ્યારે ગયા વર્ષે 248.021 LMT ઘઉંની ખરીદી કરવામાં આવ્યા હતા, જે ગયા વર્ષની તુલનામાં આશરે 34.07 લાખ ખેડૂતો લાભાન્વિત થયા છે, જયારે ગયા વર્ષે 28.15 લાખ ખેડૂતો લાભાન્વિત થયા હતા, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ખરીદી સંપૂર્ણ ભારતમાં 19,030 ખરીદ કેન્દ્રોના માધ્યમથી કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે ખેડૂતોને હવે દેશભરમાં વિના વિલંબે પોતાના પાકોના વેચાણની સામે સીધો લાભ મળી રહ્યો છે.

કુલ ડીબીટી ચુકવણીમાંથી અત્યાર સુધી રૂ. 49,965 કરોડ ખેડૂતોના ખાતાઓમાં સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને આ ઘઉંની ખરીદી માટે કરવામાં આવ્યા છે. પંજાબમાં રૂ. 21,588 કરોડ અને હરિયાણામાં આશરે રૂ. 11,784 કરોડ સીધા ખેડૂતોનાં ખાતાંઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

સચિવ પાંડેએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને બે મહિનાના સમયગાળા એટલે કે મે અને જૂન, 2021 માટે લાગુ કરવામાં આવી છે. આ પદ્ધતિ અનુસાર પ્રતિ મહિને પાંચ કિલોગ્રામ પ્રતિ વ્યક્તિના અનુસાર વધારાના ખાદ્યાન્ન આશરે 80 કરોડ લાભાર્થીઓને આપવામાં આવશે. કેન્દ્ર સરકાર રૂ. 26,000 કરોડથી વધુનો બધો ખર્ચ વહન કરશે. તેમણે જણાવ્યું હતું કે વિભાગ આ યોજનાની સતત સમીક્ષા કરી રહ્યો છે અને વ્યાપક પ્રચાર કરવા માટે અને જારી કરેલી સલાહોને અનુરૂપ કોવિડ-19થી સંબંધિત બધા સુરક્ષા પ્રોટોકોલનું પાલન કર્યા પછી EPOS ઉપકરણોના માધ્યમથી પારદર્શી પ્રકારથી ખાદ્યાન્નના સમય પર વિતરણની ખાતરી કરવા માટે બધાં રાજ્યોની સાથે મળીને કામ કરી રહ્યો છે. 26 એપ્રિલે સચિવ તરફથી પાંચ મે,2021એ સંયુક્ત સચિવના માધ્યમથી5 રાજ્યોની સાથે આ વિશે બેઠક પણ થઈ ચૂકી છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular