Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalતેજસે હવાથી હવામાં માર કરનારી મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

તેજસે હવાથી હવામાં માર કરનારી મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

નવી દિલ્હીઃ સ્વદેશમાં નિર્મિત લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) LSP-7 તેજસે બુધવારે ગોવાના કિનારે હવાથી હવામાં મારક અસ્ત્ર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આશરે 20,000 ફૂટની ઊંચાઈએ વિમાનથી મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું., એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ પરીક્ષણ સંબંધિત બધા ઉદ્દેશોને પૂરા કરવામાં આવ્યા હતા. આ એક સટિક લોન્ચ હતું.

આ વિમાનની નિગરાની તેજસ ટ્વીન સીટર વિમાનથી કરવામાં આવી હતી. અસ્ત્ર- એક અત્યાધુનિક BVR હવાથી હવામાં માર કરતી મિસાઇલ છે, જે અત્યાધુનિક સુપરસોનિક હવામાંના લક્ષ્યોને ભેદવાના અને નષ્ટ કરવામાં સક્ષમ છે. આ પરીક્ષણની નિગરાની એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA), ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (DRDO), હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL)ના અધિકારીઓ અને સેન્ટર ફોર મિલિટરી એરવર્થીનેસ અને સર્ટિફિકેશન (CEMILAC) અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ એરોનોટિકલ ક્વોલિટી એસ્યોરન્સ (DG-AQA)ના ડિરેક્ટર જનરલે કરી હતી.

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે તેજસ LCAથી મિસાઇલના સફળ પરીક્ષણ માટે ADA, DRDO, CEMILAC, DG AQAને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે આ મિસાઇલથી તેજસની યુદ્ધક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે ને આયાતીત હથિયારો પરની નિર્ભરતામાં ઘટાડો થશે. તેજસ એક એન્જિનવાળું બહુઉદ્દેશીય લડાકુ વિમાન છે, જે ઊંચા જોખમવાળા વાયુ ક્ષેત્રમાં કામ કરવામાં સક્ષમ છે. એને વાય, સંરક્ષણ અને સમુદ્રમાં થયા હુમલાની ભૂમિકા નિભાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

એરફોર્સે  કહ્યું હતું કે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) એમકે 1Aની આવનારા દિવસોમાં આંતરરાષ્ટ્રીય અભ્યાસોમાં ભાગીદારી સિવાય મહત્ત્વના મોરચે તહેનાતમાં વધારો કરવામાં આવશે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular