Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalમુંબઈ-અમદાવાદ હાઇવે પર ટેન્કરમાં આગ લાગી, કોઈ જાનહાનિ નહીં

મુંબઈ-અમદાવાદ હાઇવે પર ટેન્કરમાં આગ લાગી, કોઈ જાનહાનિ નહીં

પાલઘરઃ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઇવે પર બુધવારે  રસાયણથી ભરેલા એક ટેન્કરમાં આગ લાગી ગઈ હતી. જેથી આ વ્યસ્ત ટ્રાફિકવાળા રસ્તા પર કેટલાક કલાકો સુધી વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. કાસા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે  મેઘવન ખિંડ વિસ્તારમાં ટેન્કરમાં આશરે સાડા ત્રણ કલાકે આગ લાગી ગઈ હતી.

જોકે આ ઘટનામાં કોઈ વ્યક્તિના જાનહાનિ થવાના સમાચાર નથી. ટેન્કરના ડ્રાઇવર અને અને અન્ય એક વ્યક્તિએ કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.સ્થાનિક ફાયરબ્રિગ્રેડના કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચીને આશરે બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ ઘટનામાં ટેન્કર સંપૂર્ણપણે બળીને ખાખ થયું હતું. જોકે આ ટેન્કરમાં કયું રસાયણ ભરેલું હતું- એ માલૂમ નથી પડ્યું. આ ટેન્કરમાં આગ કેવી રીતે લાગી એ ઘટનાનાં કારણોની તપાસ થઈ રહી છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular