Sunday, May 25, 2025
Google search engine
HomeNewsNationalતબલીગી જમાતના મૌલાના સાદનો કથિત ઓડિયો વાઈરલ

તબલીગી જમાતના મૌલાના સાદનો કથિત ઓડિયો વાઈરલ

નવી દિલ્હી: રાજધાની દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના લગભગ 1500 લોકો ભલે પોતાની જાતને ત્યાં ફસાયેલા હોવાનું જણાવી રહ્યા હોય પરંતુ જમાતના મુખિયાનો એક વાયરલ થયેલો ઓડિયો કંઈક અલગ જ હકીકત જણાવે છે. તબલીગી જમાતના મૌલાના સાદનો એક કથિત ઓડિયો સામે આવ્યો છે જેમાં તે કોરોના વાઈરસનો ઉલ્લેખ કરી રહ્યાં છે.

આ ઓડિયોમાં મૌલાના સાદ કોરોનાને લઈ કહે છે કે, મરવા માટે મસ્જિદથી વધારે બીજી કોઈ સારી જગ્યા હોઈ જ ના શકે. એના પરથી સ્પષ્ટ થાય છે કે, મૌલાના એ બાબત સારી રીતે જાણતા હતાં કે, આ રીતે એકત્ર થવાથી કોરોના વાઈરસનું જોખમ છે.

વાઈરલ ઓડિયોમાં મૌલાના સાદ અનેક બાબતે પોતાનો મત વ્યક્ત કરે છે. આ દરમિયાન અહીં હાજર લોકોમાં ઘણા લોખો ઉધરસ ખાતા પણ સંભળાય છે. જે દર્શાવે છે કે, અહીં કોરોના વાયરસે પહેલા જ દસ્તક દઈ દીધી હતી પરંતુ તેને સંપૂર્ણ રીતે નજર અંદાજ કરવામાં આવ્યો હતો.

મૌલાના સાદ ઓડિયોમાં કહેતા સંભળાય છે કે, એ વિચાર જ બેકાર છે કે, મસ્જિદમાં ભેગા થવાથી બિમારી ફેલાય છે, પણ હું કહેવા માંગુ છું કે, જો તમને એવુ દેખાય કે મસ્જિદમાં આવવાથી માણસ મરી જશે તો મરવા માટે આનાથી વધારે સારી બીજી કોઈ જગ્યા હોઈ જ ના શકે.

વાયરલ ઓડિયોમાં મૌલાના સાદ આગળ કહી રહ્યાં છે કે, અલ્લાહ પર વિશ્વાસ રાખો, કુરાન નથી વાંચતાને અખબાર વાંચો છો એટલે જ ડરી જાવ છો અને ભાગી જાવ છો. અલ્લાહ કોઈ પણ મુસીબત એટલે જ લાવે છે કે, તે પણ પારખી શકે કે મારો બંદો શું કરી શકે છે. આગળ કહે છે કે, કોઈ કહે છે કે મસ્જિદને બંધ કરી દેવી જોઈએ, તાળા મારી દેવા જોઈએ કારણે તેનાથી બિમારી વધશે તો આ પ્રકારનો વિચાર તમે તમારા મનમાંથી કાઢી નાખો.

તબલીગી જમાતની દિલ્હી મરકઝમાં ભારતના 19 રાજ્યોમાંથી લોકો આવ્યા હતાં. ત્યાર બાદ દેશમાં કોરોનાથી 10 મોત અને 80 નવા કેસ સામે આવ્યા છે. તેમાં 45 તો માત્ર તમિળનાડુમાંથી મળી આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં તબલીગી જમાતની મરકઝ 15 થી 18 માર્ચ યોજાઇ હતી. જો કે તેમાં ભાગ લેવા માટે 1લી માર્ચથી લોકો દિલ્હીમાં આવવા માડયાં હતાં. જેમાં 16 દેશોના 281 લોકો આવ્યાં હતાં. જ્યારે દેશનાં 18 રાજ્યોમાંથી 1200 જેટલી વ્યક્તિઓ આવી હતી. મરકઝના સમય દરમિયાન દેશ અને દુનિયામાં કોરોનાનો ફેલાવો થઇ ચૂક્યો હતો. દેશમાં 144 ની કલમ લાગુ થઇ ગઇ હતી. પરંતુ દિલ્હી પોલીસના નાક નીચે જ્યારે એક મસ્જિદમાં 2000 હજાર લોકો ભેગાં થયાં તેની કોઇ નોંધ ના તો પોલીસે લીધી કે ના તો પ્રશાસને લીધી. પરિણામ આજે એ આવ્યું છે કે ભરપાઇ ના થઇ શકે તેવું નુકસાન દેશને થયું છે. મરકઝમાં સામેલ લોકોની દેશભરમાંથી શોધખોળ ચાલી રહી છે, કહેવામાં આવી રહ્યું છે કે, તેલંગાણામાંથી 1000 અને યુપીમાંથી 157 લોકોની ઓળખ થઈ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular