Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsNationalસુપ્રીમ કોર્ટનો ઈવીએમ પર મહત્વનો આદેશ, ડેટા ડિલિટ-રિલોડ પર પ્રતિબંધ

સુપ્રીમ કોર્ટનો ઈવીએમ પર મહત્વનો આદેશ, ડેટા ડિલિટ-રિલોડ પર પ્રતિબંધ

નવી દીલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે ઈવીએમ વેરિફિકેશન મુદ્દે નવી નીતિ ઘડવાની માગ કરતી અરજી પર સુનાવણી કરતા ચૂંટણી પંચ મહત્વના આદેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપતા જણાવ્યું કે, ઈવીએમમાંથી કોઈપણ ડેટા ડિલિટ અને રિલોડ ન કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત તેમણે મત ગણતરી બાદ ઈવીએમની નષ્ટ કરવામાં આવેલી મેમરી અને માઈક્રો કંટ્રોલરની પ્રક્રિયા અંગે રિપોર્ટ રજૂ કરવાની માગ કરી છે.

જણાવી દઈએ કે, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા કોર્ટમાં ઈવીએમના વેરિફિકેશન માટે અરજી કરવામાં આવી હતી. જેના પર સુનાવણી કરતાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સંજીવ ખન્ના અને જજ દિપાંકર દત્તાની બેન્ચે  ચૂંટણીપંચને કહ્યું કે, ‘ઈવીએમનો કોઈપણ ડેટા ડિલિટ કરશો નહીં. તેમજ તેને રિ-લોડ પણ કરશો નહીં. તેની ચકાસણી કરવા દો. તેમજ ચૂંટણી બાદ ઈવીએમની નષ્ટ કરવામાં આવેલી મેમરી અને માઈક્રો કંટ્રોલરની પ્રક્રિયા સમજાવતો રિપોર્ટ 15 દિવસમાં રજૂ કરવા આદેશ છે.’ એડીઆર વતી હાજર એડવોકેટ પ્રશાંત ભુષણે જણાવ્યું કે, અમે માંગ કરી રહ્યા છીએ કે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ECI એ જે પ્રક્રિયા અપનાવવાની જરૂર છે તે તેમના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ સાથે સુસંગત હોય. અમે ઇચ્છીએ છીએ કે કોઈ વ્યક્તિ EVM ના સોફ્ટવેર અને હાર્ડવેરની તપાસ કરે જેથી તે જોઈ શકે કે સોફ્ટવેર અને હાર્ડવેરમાં કોઈ છેડછાડ થઈ છે કે નહીં. ચૂંટણી પંચને ઈવીએમની મેમરી તથા ગાઈડલાઈન્સ રજૂ કરવાની અરજી કરી છે. ચીફ જસ્ટિસે ચૂંટણી પંચના અધ્યક્ષ સંજીવ ખન્નાએ સવાલ કર્યો કે, “એકવાર મત ગણતરી થઈ જાય, પછી શું પેપર ટ્રેલ ત્યાં જ હોય કે તેને બહાર કાઢવામાં આવશે?” જેનો જવાબ આપતાં ભૂષણે કહ્યું કે, ઈવીએમને પણ સાચવવાનું હોય છે, જેથી કદાચ પેપર ટ્રેલ તેમાં જ હોવુ જોઈએ. બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, સુપ્રીમ કોર્ટે અગાઉના આદેશને અનુસરતા કહ્યું કે,  “અમે નથી ઈચ્છતા કે, મત ગણતરી દરમિયાન કોઈ ખલેલ પડે (અગાઉના આદેશ દ્વારા). બીજી તરફ અમે ઇચ્છતા હતા કે જો કોઈને શંકા હોય તો એન્જિનિયરિંગની મદદથી જાણી શકાય કે, તેમાં ચેડાં થયા છે કે નહીં.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular