Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsNationalગાંધી કોઇપણ એવોર્ડથી પર અને ઉપર છેઃ સુપ્રીમ કોર્ટ

ગાંધી કોઇપણ એવોર્ડથી પર અને ઉપર છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ મહાત્મા ગાંધી માટે ભારત રત્નની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકારને આ મામલે કોઈ નિર્દેશ ન આપી શકીએ. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે, મહાત્મા ગાંધીને કોઈ ઔપચારિક માન્યતાની આવશ્યકતા નથી. તેઓ રાષ્ટ્રપિતા છે, તેઓ આ પ્રકારની માન્યતાથી પર છે, લોકો તેમનું ખૂબ સન્માન રાખે છે.

સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી ગત દિવસોમાં મહાત્મા ગાંધીને લઈને થયેલા વિવાદ વચ્ચે ખૂબ મહત્વની છે. ઘણા લોકો સમય-સમય પર મહાત્મા ગાંધી પર સવાલો ઉઠાવતા રહે છે. તાજેતરમાં જ ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે મહાત્મા ગાંધીની હત્યા કરનારા નાથૂરામ ગોડસેને લઈને સંસદમાં નિવેદન આપ્યું હતું જેનાથી ખૂબ વિવાદ થયો અને બાદમાં ભાજપ સાંસદને માફી પણ માંગવી પડી.

મહાત્મા ગાંધીએ કહેલી 10 મોટી વાતો

  1. નબળા (કમજોર) ક્યારેય માફી નથી માંગતા. ક્ષમા આપવી એ તો શક્તિશાળી વ્યક્તિની વિશેષતા છે.
  2. જીવન એવી રીતે જીવો કે જાણે તમે કાલે જ મરવાના છો, કંઈક એવું શીખો કે જેમ તમે હંમેશા જીવવાના છો.
  3. એક આંખની બદલે આંખ જ આખી દુનિયાને આંધળી બનાવીને સમાપ્ત થાય છે.
  4. પહેલા તેઓ તમારી ઉપેક્ષા કરશે, બાદમાં તમારા પર હસશે, પછી તમારી સાથે લડાઈ કરશે, અને પછી તમે જીતી જશો.
  5. વ્યક્તિની ઓળખ તેના કપડાથી નહી, પરંતુ કેના ચરિત્રથી થાય છે.
  6. એવી આઝાદીનો કોઈ અર્થ નથી, જો તેમાં ભૂલ કરવાની આઝાદી ન હોય.
  7. શક્ય છે આપણે ઠોકર ખાઈને પડી જઈએ પણ બાદમાં આપણે ઉઠી શકીએ છીએ, લડાઈથી ભાગવાથી તો આ જ સારુ છે.
  8. ખુશીઓ ત્યારે જ છે કે જ્યારે આપ જે વિચારો છો, જે કહો છો અને જે કરો છો, તેમાં એકરુપતા હોય.
  9. આપને માણસાઈ પર ક્યારેય ભરોસો ન તોડવો જોઈએ, કારણ કે આ દુનિયામાં માણસાઈ જ એક એવો સમુદ્ર છે કે જ્યાં થોડાક ટીપા પણ જો ગંદા થઈ જાય, તો સમુદ્ર પણ ગંદો ગણાય છે.
  10. પોતાને જો જીવનમાં શોધવા હોય તો લોકોની મદદમાં ખોવાઈ જાવ.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular