Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsNationalસંસદભવનમાં બતાવાશે ‘ગદર 2’

સંસદભવનમાં બતાવાશે ‘ગદર 2’

નવી દિલ્હીઃ પાકિસ્તાની યુવતી અને ભારતીય યુવકની પ્રેમકથા પર આધારિત, સની દેઓલ અને અમીષા પટેલ અભિનીત હિન્દી ફિલ્મ ‘ગદર 2’એ દેશભરમાં થિયેટરોમાં ધૂમ મચાવી છે. આ ફિલ્મને દર્શકો તરફથી મળેલા પ્રચંડ પ્રતિસાદને કારણે થિયેટરોએ કમાણીના વિક્રમો તોડ્યા છે. વિદેશમાં પણ આ ફિલ્મ જોવા માટે વસાહતી ભારતીયોની લાઈન લાગે છે. જનતાનો દેશપ્રેમ જોઈને હવે આ ફિલ્મ નવા સંસદભવનમાં બતાવવામાં આવનાર છે.

સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ, નવી સંસદભવન ઈમારતમાં ‘ગદર 2’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ કરાશે અને તે આજથી ત્રણ દિવસ સુધી ચાલશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ આ ફિલ્મ સ્ક્રીનિંગમાં ઉપસ્થિત રહેવાના છે. ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્માએ ઈ-ટાઈમ્સને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, ‘મારી આ ફિલ્મ બતાવવા માટે સંસદભવનના કાર્યાલયમાંથી અમને ઈ-મેલ મોકલવામાં આવ્યો છે. અમારે મન આ મોટું સન્માન છે.’

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular