Monday, July 7, 2025
Google search engine
HomeNewsNationalકશ્મીરની ધરતી ઉપર ઈલેક્ટ્રિક ટ્રેનસેવાની સફળ અજમાયશ

કશ્મીરની ધરતી ઉપર ઈલેક્ટ્રિક ટ્રેનસેવાની સફળ અજમાયશ

શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના બડગામ અને બારામુલ્લા વિભાગ પર ટૂંક સમયમાં જ ઈલેક્ટ્રિક ટ્રેન સેવા શરૂ થશે. આ માટેની અજમાયશ આજે સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. રેલવે સેફ્ટી બોર્ડના વડા કમિશનરે આજે નિરીક્ષણ કર્યા બાદ બડગામ અને બારામુલ્લા વચ્ચેની આ રેલવે લાઈનનું વિદ્યુતકરણ શરૂ કરવામાં આવ્યું હતું.

આનો વિડિયો રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આજે એમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને તે ઈન્ટરનેટ પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular