Monday, July 14, 2025
Google search engine
HomeNewsNationalસ્ટેટ બેન્કે વ્યાજદરમાં 0.25 ટકાનો કાપ મૂક્યો  

સ્ટેટ બેન્કે વ્યાજદરમાં 0.25 ટકાનો કાપ મૂક્યો  

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોના સેવિંગ બેન્ક અકાઉન્ટમાં જમા રકમ પર વ્યાજદરમાં 0.25 ટકાનો કાપ મૂક્યો છે. બેન્ક હવે સેવિંગ અકાઉન્ટ (બચત ખાતું)માં જમા રકમ પર ત્રણ ટકાના દરે વ્યાજ આપશે. આ દરોમાં બદલાવ 15 એપ્રિલથી લાગુ પડશે. સ્ટેટ બેન્કે પાછલા એક મહિનામાં સેવિંગ બેન્ક એકાઉન્ટમાં જમા રકમ પર વ્યાજદરમાં બીજી વાર કાપની જાહેરાત કરી છે. આ પહેલાં 11 માર્ચે બેન્કે બચત ખાતા પર વ્યાજ ઘટાડીને ત્રણ ટકા કર્યા છે.

બેન્કના જણાવ્યા પ્રમાણે સિસ્ટમમાં લિક્વિડિટીનું સંતુલનને કાયમ રાખવા માટે બેન્કે આ પગલું લીધું છે. હાલમાં યસ બેન્ક કટોકટીને જોતાં નાણાકીય બજારોમાં સ્થિરતા લાવવા માટે રિઝર્વ બેન્ક જીડીપીના 3.5 ટકાકની આસપાસ રોકડની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે સુનિશ્ચિત કરી છે.  

સ્ટેટ બેન્કે માર્ચમાં લઘુતમ બેલેન્સ મેઇન્ટેઇન નહીં કરવા માટે લાગતા બધા ચાર્જને ખતમ કર્યા છે. બેન્કમાં 44.5 કરોડ બચત ખાતાં છે. સ્ટેટ બેન્કે જાહેરાત આપીને સેવિંગ બેન્ક ખાતા પર વ્યાજદરમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. જે 15 એપ્રિલથી લાગુ થશે.

આ સિવાય સ્ટેટ બેન્કે બધા પ્રકારની લોન પર માર્જિનલ કોસ્ટ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં પણ 0.35 ટકાનો કાપની જાહેરાત કરી છે. બેન્ક દ્વારા MCLR  દરોમાં કાપથી એક વર્ષની લોન પર વ્યીજદર 7.75 ટકાથી ઘટાડીને 7.40 ટકા થઈ ગયા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular