Thursday, July 17, 2025
Google search engine
HomeNewsNationalપેન-આધાર લિન્કથી માંડીને આ પાંચ કામ માર્ચમાં કરવાં જરૂરી, જાણો...

પેન-આધાર લિન્કથી માંડીને આ પાંચ કામ માર્ચમાં કરવાં જરૂરી, જાણો…

નવી દિલ્હીઃ માર્ચ એ ચાલુ નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો છે, જેથી આ મહિનામાં કેટલાંક મહત્ત્વનાં કામ હોય છે, જે પૂરાં કરવા આવશ્યક છે, જેમાં વિલંબિત અથવા સંશોધિત આવકવેરાનું રિટર્ન (ITR), પેન આધાર લિન્ક, બેન્ક એકાઉન્ટ KYC, વગેરે દાખલ કરવાની અંતિમ તારીખ- એમાંનાં કેટલાંક કામ છે. આ મહિને નાણાંથી સંકળાયેલાં પાંચ કામ છે, જે પૂરાં કરવા જરૂરી છે.

AY 2021-22 માટે વિલંબિત ITR ભરવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2022 છે. એટલે જો આવકવેરા રિટર્ન ભરનાર કરદાતા નિયત તારીખ સુધી ITR ભરવાનું ચૂકી ગયો હોય તો તેને છેલ્લી તારીખ સુધી ITR ભરવાની સલાહ આપવામાં આવે છે. આ જ રીતે નાણાકીય વર્ષ 2020-21 માટે વિલંબિત અથવા સંશોધિત ITR ભરવાની સમયમર્યાદા 31 માર્ચ, 2021 હતી, પણ જો કોઈ કરદાતાએ મોડું ITR ઈ-ફાઇલ કર્યું હોય તો તે 31 માર્ચ, 2022 સુધી એને ભરી શકે છે. વળી iTRમાં કોઈ ભૂલ હોય તો તે 31 માર્ચ સુધીમાં એની ભૂલને સુધારી શકે છે.

કોઈના પેન-કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાની સમયમર્યાદા 31 માર્ચ, 2022 છે. જો કોઈ પેન કાર્ડધારક લિન્ક કરવામાં નિષ્ફળ રહેશે તો તેનું પેન કાર્ડ અમાન્ય થશે. આ ઉપરાંત તેણે આર્થિક નુકસાન ભોગવવું પડશે અથવા દંડ પણ ભોગવવો પડે. કલમ 272B હેઠળ અમાન્ય પેન કાર્ડ લઈ જવા પર રૂ. 10,000નો દંડ ભોગવવો પડી શકે.

બેન્ક અકાઉન્ટની KYCની સમયમર્યાદા 31 ડિસેમ્બર, 2021 હતી, પણ દેશમાં ઓમિક્રોનના વધતા કેસોને જોતાં RBIએ બેન્ક એકાઉન્ટની KYC અપડેટની સમયમર્યાદા 31 માર્ચ, 2022 સુધી વધારી દીધી છે. એ પછી તમારું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થશે.

 એડવાન્સ્ડ ટેક્સનો હપતો

આવકવેરાની કલમ 208 અનુસાર કરદાતાની અંદાજિત કરચુકવણી રૂ. 10,000 કે તેથી વધુ હોય તે એડવાન્સ્ડ ટેક્સની ચુકવણી કરી શકે છે. જેમાં કરદાતા પ્રત્યેક નાણાકીય વર્ષમાં 15, જૂન, 15 સપ્ટેમ્બર, 15 ડિસેમ્બર અને 15 માર્ચ સુધીમાં એડવાન્સ્ડ ટેક્સનો હપતો ભરી શકે છે.

ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ

દરેક કમાતી વ્યક્તિ પાસે ટેક્સ સેવિંગ કરવા એક મહિનાનો સમય બચ્યો છે, જેથી ટેક્સ સેવિંગ ફંડ જેવા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), ELSS મ્યુચ્યુઅલ ફંડ, નેશનલ પેન્શન સિસ્ટમ અથવા NPS- વગેરેમાં નાણાં રોકી શકે છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular