Friday, July 25, 2025
Google search engine
HomeNewsNationalદેશમાં સ્થિર, નીડર અને નિર્ણાયક સરકારઃ  રાષ્ટ્રપતિ

દેશમાં સ્થિર, નીડર અને નિર્ણાયક સરકારઃ  રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રથી પહેલાં સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુનું અભિભાષણ થયું બજેટ સત્ર હતું. તેમણે આ ભાષણમાં કહ્યું હતું કે અમે એવું ભારત બનાવીશું, જેમાં ગીરીબી ના હોય, આજે દેશમાં સ્થિર નીડર, નિર્ણાયક અને મોટા સપનાને સાકાર પર કામ કરવાવાળી સરકાર છે. અમૃતકાળના એ 25 વર્ષનો કાળખંડ, સ્વતંત્રતાની સ્વર્ણિમ શાતાબ્દીનો અને વિકસિત ભારતના નિર્માણનો કાળખંડ છે. આ 25 વર્ષ આપણા બધા માટે અને દેશના પ્રત્યેક નાગરિક માટે કર્તવ્યોની પરાકાષ્ઠા કરીને બતાવવાનો છે.

તેમણે કહ્યું હતું કે મારી સરકારનો સ્પષ્ટ મત છે કે ભ્રષ્ટાચાર લોકતંત્રનો અને સામાજિક ન્યાયનો સૌથી મોટો દુશ્મન છે. એટલા માટે પાછલાં વર્ષોથી ભ્રષ્ટાચાર  વિરુદ્ધ નિરંતર લડાઈ ચાલી રહી છે. અમે સુનિશ્ચિત કર્યું છે કે વ્યવસ્થામાં ઇમાનદાનોનું સન્માન થશે. પહેલા ટેક્સ રિફંડ માટે લાંબી રાહ જોવી પડતી હતી. આજે ITR ભરવા સાથે કેટલાક દિવસોની અંદર રિફંડ મળી જાય છે. આ જ GSTથી પારદર્શિતાની સાથે-સાથે કરદાતાઓની ગરિમા પણ સુનિશ્ચિત થઈ રહી છે.

જનધન-આધાર- મોબાઇલથી ખોટા લાભાર્થીઓને દૂર કરવા માટે વન નેશન વન રાસન કાર્ડ સુધી એક બહુ મોટી સ્થાયી સુધારો અમે કર્યો છે. છેલ્લાં વર્ષોમાં DBTના રૂપમાં, ડિજિટલ ઇન્ડિયાના રૂપમાં એક સ્થાયી અને પારદર્શી વ્યવસ્થા દેશે તૈયાર કર્યો હતો. આયુષ્માન ભારત યોજનાએ દેશના કરોડો ગરીબોને ગરીબ છવાથી બચાવ્યા છે. તેમના રૂ. 80,000 કરોડ ખર્ચ થવાની બચાવ્યા છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular