Friday, July 25, 2025
Google search engine
HomeNewsNationalસોનિયા ગાંધી ફરી એક વાર કોરોના સંક્રમિત થયાં

સોનિયા ગાંધી ફરી એક વાર કોરોના સંક્રમિત થયાં

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધી ફરી એક વાર કોરોના સંક્રમિત થયાં છે. એની પુષ્ટિ જયરામ રમેશે ટ્વીટ કરીને કરી હતી. તેઓ સરકાર દ્વારા જારી થયેલા પ્રોટોકોલનું પાલન કરતા આઇસોલેશન રહેશે. આ પહેલાં સોનિયા ગાંધી બે જૂને કોરોના સંક્રમિત થયાં હતાં. ત્યારે તેમને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ગયા બુધવારે પ્રિયંકા ગાંધી પણ કોરોના સંક્રમિત થયાં હતાં. હાલ તેઓ પણ આઇસોલેશનમાં છે. આ પહેલાં પણ પ્રિયંકા ગાંધી કોરોના સંક્રમિત થયાં હતાં. તેમને ત્રીજી જૂને કોરોનાની પુષ્ટિ થઈ હતી.

હજી એક દિવસ પહેલાં બિહારના ડેપ્યુટી મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ કોંગ્રેસના વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીથી દિલ્હીમાં મુલાકાત કરી હતી. એ મુલાકાત તેમણે બિહારના મંત્રીમંડળના વિસ્તાર પહેલાં કરી હતી. એ દરમ્યાન તેજસ્વી યાદવ સીતારામ યેચુરીથી અને ડી રાજા સાથે પણ મુલાકાત કરી હતી.

દેશમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 15,815 નવા કેસ નોંધાયા છે.  છેલ્લા 24 કલાકમાં 68 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 4,42,39,372 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,26,996 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,35,93,112  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 20,018 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,19,264એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.27 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.54 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

દેશમાં અત્યાર સુધીમાં 2,07,71,62,098  લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 24,43,064  લોકોને રસી આપવામાં આવી હતી.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular