Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalરાહુલ માટે સોનિયા ગાંધી ફરી બન્યાં સહારો

રાહુલ માટે સોનિયા ગાંધી ફરી બન્યાં સહારો

નવી દિલ્હીઃ કોંગ્રેસે અમેઠીથી કિશોરી લાલ શર્માને અને રાયબરેલીથી રાહુલ ગાંધીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી પણ ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કેએલ શર્મા ગાંધી પરિવારની નજીકની વ્યક્તિ છે. તેઓ સોનિયા ગાંધીના સાંસદ પ્રતિનિધિ છે. રાહુલ ગાંધી 12.15 કલાકે નામાંકન ભરશે. અમેઠી અને રાયબરેલીમાં પાંચમા તબક્કામાં 20 મેએ મતદાન થશે.

રાહુલ ગાંધી માટે રાયબરેલીની સીટ કોઈ સુરક્ષા કવચથી ઓછી નથી. આજથી 20 વર્ષ પહેલાં 2004માં સોનિયા ગાંધીએ અમેઠીની સીટ રાહુલ ગાંધી માટે છોડી હતી, કેમ કે તેઓ રાજકારણમાં રાહુલ ગાંઘીને લોન્ચ કરવા માગતા હતા. તેમણે અમેઠીની સીટ રાહુલ માટે કુરબાન કરી દીધી હતી. એ સુરક્ષિત સીટ પુત્રને સોંપી દીધી હતી.

હવે રાહુલની અમેઠીથી થયેલી પહેલી જીત એક તરફ સોનિયા ગાંધીની કેટલાંય વર્ષોની મહેનતનું પરિણામ હતું. હવે ફરી એક વાર 20 વર્ષ પછી સોનિયાએ રાયબરેલી સીટ છોડી દીધી છે. તેમણે અહીંથી રાહુલ ગાંધીને આગળ કર્યા છે. અહીં લોકપ્રિય સોનિયા જ છે, પણ સીધી મદદ રાહુલની થવાની છે. રાયબરેલીમાં હજી પણ એક મોટો વર્ગ ગાંધી પરિવારની સાથે મજબૂતીથી ઊભો છે.

કિશોરી લાલ શર્મા કોણ છે?

અમેઠીથી કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્મા પંજાબના મૂળ રહેવાસી છે. તેઓ ચાર દાયકાથી અમેઠી અને રાયબરેલીમાં સોનિયા ગાંધીના સાંસદ પ્રતિનિધિના રૂપે કામ કરતા આવ્યા છે. આ બે જિલ્લાઓમાં તેમને એકેએક ગલી માલૂમ છે. રાજીવ ગાંધીના વખતથી તેમને પ્રચાર પ્રસારનું કામ કરવા UPમાં મોકલવામાં આવ્યા હતા.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular