Sunday, May 25, 2025
Google search engine
HomeNewsNationalહૈદરાબાદમાં બિલ્ડિંગમાં લાગેલી આગમાં નવ લોકોનાં મોત

હૈદરાબાદમાં બિલ્ડિંગમાં લાગેલી આગમાં નવ લોકોનાં મોત

હૈદરાબાદઃ શહેરના નામપલ્લી વિસ્તારમાં બજાર ઘાટ સ્થિત ચાર માળના એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગવાથી કમસે કમ નવ લોકોનાં મોત થયાં છે. પોલીસે જણવ્યું હતું કે આ આગ બિલ્ડિંગના ગેરેજમાં આગ  લાગી હતી, જ્યાં  રસાયણોથી ભરેલાં કેટલાંક ડ્રમ રાખ્યા હતા. આ આગમાંથી 21 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, એમ ફાયર બ્રિગ્રેડના અદિકારીએ જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર આગમાં ફસાયેલા 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અનેક લોકોને બારી તોડી બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રારંભિક માહિતી અનુસાર જે છ લોકોનાં મોત થયાં છે, તેમનાં મોત શ્વાસ રૂંધાવાને કારણે થયા છે. પોલીસે જણાવ્યું હતું કે ફાયરબ્રિગ્રેડની ગાડીઓએ આગ પર કાબૂ મેળવી લીધો છે. પાંચ માળની બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એક મેકેનિકલ દુકાન અને કેમિકલ ગોડાઉન હતું. આ ગોડાઉનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી.

હૈદરાબાદ સેન્ટ્રલ ઝોનના ડીસીપી વેંકટેશ્વર રાવે જણાવ્યું કે, ગ્રાઉન્ડ ફ્લોર પરના ગેરેજમાં કારનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. ત્યારબાદ વેરહાઉસમાં રાખેલા કેમિકલ બેરલ પર સ્પાર્ક પડતાં તેમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ પણ થયા છે. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular