Monday, December 22, 2025
Google search engine
HomeNewsNationalસિક્કીમમાં બસ ખીણમાં પડતાં 16 લશ્કરી-જવાન શહીદ

સિક્કીમમાં બસ ખીણમાં પડતાં 16 લશ્કરી-જવાન શહીદ

ગેંગટોકઃ ઉત્તર સિક્કીમમાં ભારત-ચીન સરહદ નજીકના એક સ્થળે આજે બનેલી એક કરૂણ દુર્ઘટનામાં એક લશ્કરી વાહન રસ્તા પરથી સરકીને ઊંડી ખીણમાં પડતાં 16 લશ્કરી જવાનનાં મરણ નિપજ્યા છે અને બીજા ચાર ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત જવાનોને હેલિકોપ્ટરની મદદથી ઉત્તર બંગાળમાં લઈ જઈ ત્યાંની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ દુર્ઘટના આજે સવારે લગભગ 8 વાગ્યે બની હતી. સિક્કીમ રાજ્યના પાટનગર ગેંગટોકથી આશરે 130 કિ.મી. દૂરના સ્થળે આવેલા લાચેનથી આશરે 15 કિ.મી. દૂર આવેલા ઝેમા-3 સ્થળે દુર્ઘટના સર્જાઈ હતી. લશ્કરી વાહનમાં 20 જણ સવાર થયા હતા અને તેઓ બોર્ડર પોસ્ટ તરફ જતા હતા. ઝેમા-3 સ્થળે એક ભયજનક વળાંક વખતે વાહન રસ્તા પરથી સરકીને સેંકડો ફૂટ ઊંડી ખીણમાં પડ્યું હતું.

ઘટનાસ્થળેથી તમામ 16 મૃતદેહ મળી આવ્યા છે. બાદમાં તે ભારતીય સેનાને સુપરત કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular