Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalમધ્યપ્રદેશ : શિવરાજસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ

મધ્યપ્રદેશ : શિવરાજસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ

ભોપાલ: મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રીએ શનિવારે ટ્વિટ કરીને પોતે સંક્રમિત હોવાની જાણકારી આપી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું કે હું કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરું છું. ડોક્ટરની સલાહ મુજબ હું ક્વોરન્ટાઈન થઈ રહ્યો છું. મધ્ય પ્રદેશના લોકોને અપીલ છે કે સાવધાની રાખે. થોડી એવી લાપરવાહી મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. મને મળેલા તમામ લોકોને મારી સલાહ છે કે તેઓ પોતાનો ટેસ્ટ કરાવી લે.

તેઓએ પોતાના સંપર્કમાં આવનાર દરેકને ટેસ્ટ કરાવવાની અને નજીકના લોકોને ક્વોરન્ટાઈન થવાની અપીલ કરી છે. તેઓ કોરોના સંક્રમિત થનાર દેશના પ્રથમ મુખ્યમંત્રી છે. ત્રણ દિવસ પહેલા તેમની સાથે લખનઉ જનાર કેબીનેટ મંત્રી અરવિંદ ભદૌરિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મહત્વનું છે કે, શિવરાજ સિંહે 22 જુલાઈના રોજ કેબીનેટ બેઠક યોજી હતી. 23 જુલાઈના રોજ મંત્રી ઓમપ્રકાશ સકલેચા, મંત્રી વિશ્વાસ સારંગ અને ધારાસભ્ય નારાયણ પટેલને મળ્યા હતા. શિવરાજનો પહેલા પણ ચારથી પાંચવાર કોરોના ટેસ્ટ થયો હતો ત્યારે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના પરીવારના સભ્યોના પણ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular