Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalદિલ્હીમાં હિંસાઃ થરૂર, 6-પત્રકારો સામે દેશદ્રોહની ફરિયાદ

દિલ્હીમાં હિંસાઃ થરૂર, 6-પત્રકારો સામે દેશદ્રોહની ફરિયાદ

લખનઉઃ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ગત્ પ્રજાસત્તાક દિને ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાની ઘટનાઓ અંગે કોંગ્રેસના સંસદસભ્ય શશી થરૂર તથા છ પત્રકારો સામે નોઈડા પોલીસે દેશદ્રોહની ફરિયાદ નોંધી છે. એક રહેવાસીએ નોંધાવેલી ફરિયાદને આધારે સેક્ટર-20 પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. જેમની સામે દેશદ્રોહની ફરિયાદ કરાઈ છે તે છ પત્રકાર આ છેઃ મૃણાલ પાંડે, રાજદીપ સરદેસાઈ, વિનોદ જોઝ, ઝફર આઘા, પરેશ નાથ અને અનંત નાથ.

રહેવાસીનો આરોપ છે કે ઉક્ત લોકોએ કરેલા ડિજિટલ બ્રોડકાસ્ટ અને સોશિયલ મિડિયા પોસ્ટ્સ મૂકી હતી તેને કારણે દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા થઈ હતી.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular