Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsNationalશરદ સરાફે 63-મૂન્સ, જિજ્ઞેશ શાહની બિનશરતી-માફી માગી

શરદ સરાફે 63-મૂન્સ, જિજ્ઞેશ શાહની બિનશરતી-માફી માગી

નવી દિલ્હીઃ નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ)ના કેસમાં ટ્રેડરોના તારણહાર બનવાનો દાવો કરનારા લોકોના ચહેરા પરના મુખવટા ઊતરી રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. હાલમાં કેતન શાહે સર્વોચ્ચ અદાલતમાં કરેલી અપીલને ફગાવી દેવામાં આવ્યાની ઘટના બાદ હવે એનએસઈએલ ઇન્વેસ્ટર્સ ફોરમ (એનઆઇએફ) અને તેના વડા શરદ સરાફે એનએસઈએલની સ્થાપક કંપની 63 મૂન્સ ટેક્નોલોજીસ અને કંપનીના ચેરમેન ઈમેરિટસ જિજ્ઞેશ શાહની બિનશરતી માફી માગી છે. તેમણે શાહ અને કંપની વિરુદ્ધ કરેલી બદનક્ષી ભરેલી ટ્વીટ તથા સંબંધિત દસ્તાવેજો પાછા ખેંચી લેવાનું પણ જાહેર કર્યું છે.

(ડાબે) શરદ સરાફે ટ્વીટર પર મૂકેલું માફીનામું (જમણે) 63 મૂન્સ ટેક્નોલોજીસના સ્થાપક જિજ્ઞેશ શાહ

નોંધનીય છે કે શરદ સરાફે જિજ્ઞેશ શાહ અને 63 મૂન્સની બદનક્ષી કરી હોવાથી એમની સામે દીવાની ખટલો માંડવામાં આવ્યો હતો. આ મામલો છેક દિલ્હી વડી અદાલત સુધી પહોંચ્યો હતો. એ કેસમાં ચુકાદો આવે એની પહેલાં સરાફે અને એનઆઇએફે જિજ્ઞેશ શાહનો સંપર્ક સાધીને કેસમાં પતાવટ કરવાની વિનંતી કરી હતી. શાહે એ વિનંતીનો સ્વીકાર કર્યો હતો તથા સચ્ચાઈ બહાર આવે એ હેતુથી બિનશરતી માફી માગવાનું તથા બદનક્ષી ભરેલી ટ્વીટ પાછી ખેંચવાનું કહ્યું હતું. આખરે સરાફે ટ્વીટર પર માફી માગતું નિવેદન કર્યું હતું.

દરમિયાન, હાલમાં જ એનએસઈએલ ઇન્વેસ્ટર્સ એક્શન ગ્રુપના વડા કેતન શાહનો પણ મુખવટો ઊતરી ગયો હતો. નાના ટ્રેડરોને લેણી રકમ ચૂકવી આપવા માટે મુંબઈ વડી અદાલતે આપેલા આદેશની સામે સર્વોચ્ચ અદાલતમાં કેતન શાહે કરેલી અપીલને ફગાવી દેવામાં આવી હતી.

એનએસઈએલે આ બન્ને ઘટનાઓ સંબંધે કહ્યું છે કે એનએસઈએલની પેમેન્ટ કટોકટીનો હલ આઠ દિવસમાં લાવવાનું શક્ય હોવા છતાં તેને આઠ વર્ષ સુધી લંબાવવામાં આવ્યો છે. તેના માટે પી. ચિદમ્બરમ, રમેશ અભિષેક અને કે. પી. કૃષ્ણન જવાબદાર છે. આ ત્રિપુટીએ નેશનલ સ્ટોક એક્સચેન્જની ઈજારાશાહીને રક્ષણ આપવાના ઈરાદે 63 મૂન્સ ગ્રુપને એક્સચેન્જ બિઝનેસમાંથી દૂર કરવાના કાવતરાના ભાગરૂપે એનએસઈએલની કટોકટી સર્જી હતી.

ટ્રેડરોનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરનારી સંસ્થાઓ – એનઆઇએજી, નારા અને એનઆઇએફે ટ્રેડરોને તથા તપાસ સંસ્થાઓને ગેરમાર્ગે દોર્યાં હોવાનું એનએસઈએલે કહ્યું છે. થોડા વખત પહેલાં ટ્વીટર પર જાહેર થયેલી માહિતી મુજબ કેતન અનિલ શાહ નામના આ આગેવાનની સંપત્તિ એનએસઈએલની કટોકટી બહાર આવ્યા પછી અમુક લાખથી વધીને 19 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

એનએસઈએલે અખબારી યાદી દ્વારા સાચા ટ્રેડરોને અનુરોધ કર્યો છે કે તેઓ નાણાંની રિકવરી માટે એક્સચેન્જની સાથે ખભેખભા મિલાવીને કામ કરે. એક્સચેન્જે હવે સરાફ અને એનઆઇએફને પણ આ કાર્યમાં સહભાગી થવાનું કહ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular