Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalઆત્મનિર્ભર ભારતઃ રેલવેએ ‘વંદે ભારત ટ્રેનો’નાં સુધારેલાં ટેન્ડર મગાવ્યાં

આત્મનિર્ભર ભારતઃ રેલવેએ ‘વંદે ભારત ટ્રેનો’નાં સુધારેલાં ટેન્ડર મગાવ્યાં

નવી દિલ્હીઃ રેલવેએ ‘વંદે ભારત ટ્રેન’ સંપૂર્ણ રીતે ‘સ્વદેશી’ બનાવવાનો મોટો નિર્ણય કર્યો છે. ભારતીય રેલવેએ ગઈ કાલે કહ્યું હતું કે એણે સ્થાનિક ઉત્પાદકો પર ધ્યાન કેન્દ્રિત કરતાં સેમી-હાઇ સ્પીડ ટ્રેન સેટ બનાવવા માટે નવેસરથી ટેન્ડરને આમંત્રિત કર્યાં છે. આ પગલું 44 ‘વંદે ભારત ટ્રેન’ સેટોના ઉત્પાદનના ટેન્ડરને રદ કરવા માટે આશરે એક મહિના પછી આવ્યું છે. સરકારનો આશય સ્થાનિક ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરતાં મહત્ત્વાકાંક્ષી ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવાનો છે.

રેલવેની કોચ ફેક્ટરીમાં 44 ટ્રેનો બનશે

રેલવેએ સેમી હાઇ સ્પીડ 44 ‘વંદે ભારત ટ્રેનો’નાં સુધારેલાં ટેન્ડર મગાવ્યાં છે, જેના માટે 29 સપ્ટેમ્બરે પ્રિ-બિડ મીટિંગ થશે. મંત્રાલયે કહ્યું છે કે ટેન્ડર 17 નવેમ્બર, 2020એ ખૂલશે. રેલવે મંત્રાલયના અધિકારીઓના જણાવ્યાનુસાર ટ્રેન સેટ ICF- ચેન્નઈ, RCF-કપૂરથલા અને MCF- રાયબરેલીમાં ઉત્પાદિત કરવામાં આવશે. આ સ્વદેશી ટેન્ડર બે તબક્કામાં હશે. નવા ટેન્ડર મુજબ એમાં એ જ કંપનીઓ હિસ્સો લઈ શકશે, જે ભારતમાં રજિસ્ટર છે.

ટેન્ડરને ત્રણ તબક્કામાં વિભાજન

મંત્રાલયે એ પણ કહ્યું છે કે ટેન્ડરને ત્રણ તબક્કામાં વિભાજન કરવામાં આવ્યું છે, જેમાં દરખાસ્ત, કન્ટ્રોલ અને અન્ય ઉપકરણ છે. આ આત્મનિર્ભર ભારતના સુધારેલા DPIIT માપદંડો હેઠળ પહેલું મોટું ટેન્ડર છે, એમાં સ્થાનિક સામગ્રીનું પ્રમાણ કમસે કમ 75 ટકા હશે.

આ પહેલાં રેલવેએ 22 ઓગસ્ટએ 44 સેમી હાઇ સ્પીડ ‘વંદે ભારત ટ્રેનો’ના ઉત્પાદનનાં ટેન્ડર રદ કરવામાં આવ્યાં હતાં, જે ગયા વર્ષે આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. રેલવેના એક નિવેદન મુજબ નવું ટેન્ડર કેન્દ્ર સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ પોલિસી અનુસારનાં હશે.

44 ટ્રેનોનું નિર્માણ

આ મહત્ત્વાકાંક્ષી  ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોજેક્ટમાં 44 ટ્રેનોનું નિર્માણ કરવામાં આવશે, જેમાં દરેક ટ્રેનમાં 16 કોચ હશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી અને વારાણસીની વચ્ચે પહેલી ‘વંદે ભારત ટ્રેન’ને ફેબ્રુઆરી, 2019માં લીલી ઝંડી બતાવી હતી. એ જ વર્ષે ઓક્ટોબરમાં બીજી ‘વંદે ભારત ટ્રેન’ નવી દિલ્હીથી માતા વૈષ્ણો દેવી કટરાની વચ્ચે શરૂ કરવામાં આવી હતી. 29 સપ્ટેમ્બરે પ્રિ-બિડ મીટિંગ થશે, ટેન્ડર 17 નવેમ્બર, 2020એ ખૂલશે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular