Thursday, July 24, 2025
Google search engine
HomeNewsNationalપ્રજાસત્તાક દિન નિમિત્તે ગો ફર્સ્ટની આકર્ષક ઓફર

પ્રજાસત્તાક દિન નિમિત્તે ગો ફર્સ્ટની આકર્ષક ઓફર

નવી દિલ્હીઃ કોરોના અને ઓમિક્રોન ચેપના કેસ ખૂબ વધી ગયા હોવાથી દેશના ઘણા રાજ્યોએ ફ્લાઈટ્સ પર કાં તો પ્રતિબંધ મૂક્યો છે અથવા ફ્લાઈટ્સની ફ્રીક્વન્સી ઘટાડી દીધી છે. એને કારણે વિમાન પ્રવાસ ટિકિટના ભાડા ખૂબ વધી ગયા છે. તે છતાં ગો ફર્સ્ટ એરલાઈને દેશના 73મા પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રવાસીઓ માટે ખાસ આકર્ષક ઓફર કરી છે. તેણે જાહેરાત કરી છે કે નાગરિકો રૂ. 1,000થી પણ ઓછી કિંમત, રૂ. 926માં વિમાન પ્રવાસ કરી શકશે. ગો ફર્સ્ટે તેની આ સ્કીમને ‘રાઈટ ટુ ફ્લાઈ’ નામ આપ્યું છે. આ સ્કીમ અંતર્ગત પ્રતિ વ્યક્તિ ટિકિટ ભાડું રૂ. 926થી શરૂ થાય છે. આ સ્કીમ અંતર્ગત પ્રવાસી-ગ્રાહકો દેશભરમાં ઘણા સ્થળે સસ્તામાં પ્રવાસ કરી શકે છે.

પરંતુ જે લોકો આ ઓફરનો મહત્તમ લાભ લેવા માગતા હોય તેમણે 26 જાન્યુઆરી સુધીમાં ફ્લાઈટ્સની ટિકિટ બુક કરાવવી પડે. આ સ્કીમ 22 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular