Friday, May 23, 2025
Google search engine
HomeNewsNationalઅજાણ્યા નંબરથી ફોન આવ્યો, બેન્ક એકાઉન્ટમાં કપાયા રૂ. 53 લાખ

અજાણ્યા નંબરથી ફોન આવ્યો, બેન્ક એકાઉન્ટમાં કપાયા રૂ. 53 લાખ

પુણેઃ ઓનલાઇન છેતરપિંડીના નિતનવા કેસ અવારનવાર સાંભળવા મળે જ છે. હવે નવો મામલો સામે આવ્યો છે. એક વિદ્યાર્થીને છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીની માતાના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. 53 લાખ કાઢી લેવામાં આવ્યા છે. વાસ્તવમાં ઠગોએ દવાઓના નકલી પાર્સલનો સહારો લીધો છે. હવે ઓનલાઇન છેતરપિંડીનો નવી રીત કાઢી છે.

સાઇબર ગુનેગારોએ 25 વર્ષના એક વિદ્યાર્થીને કોલ કર્યો હતો. તેને જણાવવામાં આવ્યું હતું કે તેના નામે તાઇવાનથી એક પાર્સલ આવ્યું છે. આ પાર્સલમાં ડ્રગ્સ અને નકલી પાસપોર્ટ જપ્ત થયો છે. આ પાર્સલને પોલીસે જપ્ત કરી લીધું છે. જે પછી ઠગે ખુદને પોલીસ અધિકારી બતાવીને વિદ્યાર્થીને ડરાવીને કાનૂની કાર્યવાહી કરવા માટે કહ્યું હતું. જેનાથી વિદ્યાર્થી ડરી ગયો હતો. જોકે તેણે જણાવ્યું હતું કે એ પાર્સલ તેનું નથી, તેણે આવું કોઈ પાર્સલ નથી મગાવ્યું. આ વિદ્યાર્થીને ફસાવવા માટે ખોટા પુરાવા ઠગો દ્વારા આપવામાં આવ્યા કે પાર્સલ પર તેની વિગતવાર માહિતી છે. પાર્સલ પર તેનું નામ અને નંબર છે. કુરિયર અને પોલીસ કર્મચારી બતાવીને એ વાત વિદ્યાર્થીને ખૂબ ડરાવ્યો.

ત્યાર બાદ સાયબર ઠગોએ વિદ્યાર્થીને જણાવ્યું હતું કે તેઓ મુંબઈના એન્ટિ-નાર્કોટિક્સ સેલમાં કામ કરી રહ્યા છે અને IPS અધિકારી છે. ત્યાર બાદ વિદ્યાર્થી પર ધરપકડનું કરવાનું દબાણ બનાવવામાં આવ્યું હતું અને આ કેસને બંધ કરવા માટે પૈસાની માગ કરવામાં આવી, જેમાં વિદ્યાર્થી પૈસા આપવા તૈયાર થયો હતો.

વિદ્યાર્થીએ ધરપકડના ડરથી કેટલાક કલાકોમાં માતાના બેન્ક ખાતામાંથી આશરે 34 વ્યવહારો થકી કુલ રૂ. 53.63 લાખ ટ્રાન્સફર કર્યા હતા. થોડા સમય પછી તેને સમજવામાં આવ્યું કે તેની સાથે છેતરપિંડી થઈ છે અને તેણે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular