Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalરાકેશ ટિકૈતનું દેશભરમાં આવતી કાલે ‘ચક્કા જામ’નું એલાન

રાકેશ ટિકૈતનું દેશભરમાં આવતી કાલે ‘ચક્કા જામ’નું એલાન

નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાઓની સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો છઠ્ઠી ફેબ્રુઆરીએ ‘ચક્કા જામ’ કરવાના છે. ખેડૂત યુનિયનોનું કહેવું છે કે આ ‘ચક્કા જામ’ દેશવ્યાપી હશે. આ ‘ચક્કા જામ’ દરમ્યાન મુખ્ય રસ્તાઓ પર છઠ્ઠી ફેબ્રુઆરીએ બપોરે 12 કલાકથી ત્રણ કલાક દરમ્યાન વાહન-વ્યવહાર ચાલવા નહીં દેવામાં આવે. સિંધુ બોર્ડરની પાસે એક ફેબ્રુઆરીએ થયેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. ભારતીય કિસાન યુનિયન (BKU)ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે જે લોકો અહીં ના આવી શકે, તેઓ પોતપોતાની જગ્યાએ આવતી કાલે ‘ચક્કા જામ’ શાંતિપૂર્ણ રીતે કરશે. તેમણે કહ્યું હતું કે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ‘ચક્કા જામ’ નહીં કરવામાં આવે.

આંદોલન કરી રહેલા ખેડૂતો 26 જાન્યુઆરી પછી ખેડૂતોનાં અનેક ટ્રેક્ટરો અને વાહનો જપ્ત કરી લીધાં હતા. દિલ્હી બોર્ડરની આસપાસની જગ્યાએ સંપૂર્ણ બ્લોક કરવામાં આવશે. જોકે ધરણાં સ્થળો અને આસપાસની વીજળી, પાણીનો સપ્લાય અને ઇન્ટરનેટ સેવા બધ કરવામાં આવશે, એમ સંયુક્ત મોરચાએ જણાવ્યું હતું.

ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ મનજિત સિંહ રાયના જણાવ્યા મુજબ આ ‘ચક્કા જામ’થી ખેડૂતો જોવા ઇચ્છે છે કે તેઓ એકજૂટ છે. અમે સરકારને અમારી તાકાત બતાવવા માગીએ છીએ.

ખેડૂત નેતાઓના જણાવ્યા મુજબ બપોરે ત્રણ કલાકે ‘ચક્કા જામ’ પૂરુ થશે, ત્યારે તેઓ એક મિનિટ માટે કારોમાં હોર્ન વગાડવામાં આવશે. આ ચક્કા જામ મોટા ભાગે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જોવા મળવાની સંભાવના છે. આવામાં પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular