Wednesday, May 14, 2025
Google search engine
HomeNewsNationalમહાકુંભમાં નાસભાગની ઘટના અંગે રાહુલ ગાંધીએ સરકાર સાધ્યું નિશાન

મહાકુંભમાં નાસભાગની ઘટના અંગે રાહુલ ગાંધીએ સરકાર સાધ્યું નિશાન

પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં નાસભાગ સર્જાય હતી. આ નાસભાગમાં 10થી વધુના મોત થયા હોવાની આશંકા સેવાય રહી છે. ત્યારે આ હવે મહાકુંભને લઈ રાજનીતિમાં ગરમાય છે. મહાકુંભ બનેલી ઘટનાને લઈ તમામ નેતા ઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. આ ઉપરાંત સુરક્ષા બંદોબસ્તમાં વધારી દેવામાં આવ્યો છે. અને અફવા પર ધ્યાન ન આપવા અપિલ પણ કરવામાં આવી છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુગાંધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી સરકાર પર નિશાન સાધ્યું છે.

મહાકુંભને ઘણો સમય બાકી છે અને હજુ ઘણાં મહાસ્નાન થવાના છે. આજ જેવી દુઃખદ ઘટના બની તે ભવિષ્યમાં ન બને તેના માટે સરકારે વ્યવસ્થામાં સુધારા કરવા જોઈએ. વીઆઈપી કલ્ચર પર સકંજો કસવામાં આવે અને સરકાર સામાન્ય શ્રદ્ધાળુઓની જરૂરિયાતનો પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ વ્યવસ્થા કરે. કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓને મારી અપીલ છે કે તેઓ પીડિત પરિવારોની મદદ કરે.’

વધુમાં તેમણે લખ્યું કે, ‘હું શોકમાં ગરકાવ પરિવારે પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરું છું. પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગને કારણે અનેક લોકોના મોતના સમાચાર અને ઘાયલ થયાની ઘટના દુઃખદ છે.’

પ્રાપ્ત માહિતી પ્રમાણે મધ્યરાત્રિએ શ્રદ્ધાળુઓની ભારે ભીડ સંગમ કિનારે ઉમટી હતી. આ દરમિયાન જ બેરિકેડનો એક હિસ્સો તૂટ્યો અને નાસભાગ મચી ગઈ. જોત જોતામાં સ્થિતિ બેકાબૂ થઇ અને લોકો બેફામ આમ-તેમ ભાગવા લાગ્યા. જેના લીધે અનેક લોકોની વસ્તુઓ નીચે પડી ગઇ અને જે લોકો વસ્તુઓ ઉપાડવા નમ્યા તે ભીડ નીચે કચડાઈ ગયા. ઘણાં લોકોએ બચવા પ્રયાસ કર્યો પણ કોઈ બચવાની જગ્યા ન મળી. બધા વિખેરાઈ ગયા. અનેક ઘાયલ પણ થયા છે. સ્થિતિ જ એવી હતી કે કોઈને ખબર ના પડી શકે ખરેખર શું થઇ રહ્યું છે.’

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular