Wednesday, May 14, 2025
Google search engine
HomeNewsNationalજૂના વાહનો અને EVના ભાવમાં થશે વધારો!

જૂના વાહનો અને EVના ભાવમાં થશે વધારો!

જૂના અને વપરાયેલા વાહનોનું બજાર ખૂબ જ વધી ગયું છે. તમામ કંપનીઓ પોતાના જૂના વાહનોનું ઓછા ભાવે વેચાણ કરી દેતા હોય છે. જો કે હવે જૂના વાહનોની ખરીદી કરનારાઓને આંચકો લાગવાની શક્યતા છે. GST કાઉન્સિલ ઇલેક્ટ્રિક વાહનો સહિત જૂના અને ઉપયોગમાં લેવાયેલા વાહનો પર GST વધારી 18 ટકા કરી શકે છે. જો આમ થશે તો જૂના અને વપરાયેલા વાહનો મોંઘા થશે. મીડિયા રિપોર્ટ અનુસાર GST કાઉન્સિલની ફિટમેંટ કમિટીએ જૂના અને વપરાયેલા વાહનો પર GST 12 ટકાથી વધારી 18 ટકા કરવાની ભલામણ કરી છે. હાલમાં આ વાહનો પર સપ્લાયરના માર્જિનને આધારે ટેક્સ લાગુ કરવામાં આવે છે. જેના કારણે ટેક્સનો બોજ અપેક્ષાકૃત ઘટી જાય છે.

 

ખાસ વાત એ છે કે નવા ઇલેક્ટ્રિક વાહનો પર હાલમાં 5 ટકા જીએસટી લાગે છે. જેથી આ સેક્ટરમાં ગ્રોથ લાવી શકાય. જો કે ઇલેક્ટ્રિક વાહનોના રિસેલ પર 18 ટકા GST કરવામાં આવશે તો સેકન્ડ  હેન્ડ ઇવીનું ગ્રાહકોમાં આકર્ષણ ઘટી શકે છે. ઉલ્લેખનીય છે કે સેકન્ડ હેન્ડ વાહનોના રિપેરિંગમાં ઉપયોગમાં લેવામાં સ્પેટ પાર્ટ્સ પર અગાઉથી જ 18 ટકા જીએસટી વસુલ કરવામાં આવે છે. જો જીએસટી દરમાં વધારો કરવામાં આવે છે તો આ સેક્ટરના સેકન્ડ હેન્ડ વાહનોના વેચાણ પર વધુ ટેક્સ ચુકવવો પડી શકે છે. જે વાહનોની માંગમાં ઘટાડો લાવી શકે છે. ખાસ કરીને ઇવી ગ્રાહકોને આંચકો લાગી શકે છે.  હાલમાં અમલમાં જીએસટી દરોની વાત કરવામાં આવે તો 1200 સીસી કે તેનાથી વધુની એન્જિન ક્ષમતા અને 4000 એમએમ અથવા તેનાથી વધુ લંબાઇ વાળા પેટ્રોલ, એલપીજી કે સીએનજી વાહનો માટે 18 ટકા, જ્યારે 1500 સીસી અથવા તેનાથી વધારે એન્જિન ક્ષમતા અને 4000 મિમી અથવા તેનાથી વધુ લંબાઇવાળા ડીઝલ વાહનો માટે  18 ટકા, 1500 સીસીથી વધુ એન્જિન ક્ષમતાવાળા સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ (એસયુવી) માટે 18 ટકા લાગે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular