Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalકોમર્શિયલ LPG સિલન્ડિરની કિંમતોમાં રૂ. 266નો વધારો

કોમર્શિયલ LPG સિલન્ડિરની કિંમતોમાં રૂ. 266નો વધારો

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલ પછી ગ્રાહકો પર દિવાળી પહેલાં વધુ એક બોમ્બ ફૂટ્યો છે. આજે LPG સિલિન્ડર  પર રૂ. 266નો વધારો થયો છે. આ વધારો કોમર્શિયલ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે. જોકે ઘરેલુ રસોઈ ગેસની કિંમતોમાં કોઈ ફેરફાર નથી થયો.

કંપનીઓએ પહેલી નવેમ્બરે કિંમતોમાં વધારો કર્યો છે. હવે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર રૂ.2000ને પાર પહોંચી હતી. એનાથી પહેલાં એ રૂ. 1733નો હતો. મુંબઈમાં રૂ. 1683માં મળતું સિલિન્ડર હવે રૂ. 1950માં મળશે. કોલકાતામાં હવે 19 કિલોવાળું ઇન્ડેન ગેસ સિલિન્ડર રૂ. 2073.50નું થઈ જશે. ચેન્નઈમાં હવે 19 કિલોવાળું સિલિન્ડર માટે રૂ. 2133 આપવાના રહેશે.

જોકે ઘરેલુ LPG સિલિન્ડર ની કિંમતોમાં કોઈ ફેરફાર નથી થયો. દિલ્હીમાં 14.2 કિલોવાળો વગર સબસિડીનો ગેસ સિલિન્ડર રૂ. 899.50માં મળી રહ્યો છે. છેલ્લે રાંધણ ગેસમાં છઠ્ઠી ઓક્ટોબરે વધારવામાં આવ્યા હતા. આ પહેલાં પહેલી ઓક્ટોબરે માત્ર 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો વધી રહી છે, જેથી LPG સિલિન્ડરની કિંમતો રૂ. 1000ને પાર પહોંચવાની શક્યતા છે.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular