Monday, November 3, 2025
Google search engine
HomeNewsNationalમોદી સહિતના મહારથીઓએ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મતદાન કર્યું

મોદી સહિતના મહારથીઓએ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મતદાન કર્યું

નવી દિલ્હીઃ દેશના નવા, 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવા માટે આજે મતદાનનો દિવસ છે. સવારે 10 વાગ્યાથી મતદાન શરૂ થયું છે જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. આ ચૂંટણીમાં શાસક ભાજપ-એનડીએનાં ઉમેદવાર છે દ્રૌપદી મુર્મુ જ્યારે વિપક્ષી ઉમેદવાર છે યશવંત સિન્હા. આ ચૂંટણીમાં ચૂંટાયેલા સંસદસભ્યો અને વિધાનસભ્યોએ મતદાન કરવાનું હોય છે. આ સંખ્યા આશરે 4,800 જેટલી થાય છે. મતદાન રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં સંસદભવનમાં તથા રાજ્યોમાં દરેક રાજ્ય વિધાનસભાઓમાં કરવામાં આવી રહ્યું છે.

આ ચૂંટણીનું પરિણામ 21 જુલાઈએ જાહેર કરવામાં આવશે. નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ શપથ ગ્રહણ કરશે. હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુદત 24 જુલાઈએ પૂરી થાય છે.

આજે સવારના તબક્કામાં મતદાન કરનાર મહારથીઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે શાસક ભાજપ-એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular