Saturday, September 27, 2025
Google search engine
HomeNewsNationalPM નરેન્દ્ર મોદીની દેશને 5Gની ગિફ્ટ

PM નરેન્દ્ર મોદીની દેશને 5Gની ગિફ્ટ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી ઓક્ટોબરે 5G સર્વિસ લોન્ચ કરી છે. દેશને નવી ભેટ મળી છે. દિલ્હીના પ્રગતિ મેદાનમાં ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC 2022)માં વડા પ્રધાને દેશમાં 5G નેટવર્ક પ્રારંભ કરવાની માહિતી આપી હતી. તેમણે ઇવેન્ટમાં રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઇડિયા જેવી ટેલિકોમ ઓપરેટર્સ પાસેથી 5G નેટવર્ક રોલઆઉટ કરવાની માહિતી પ્રાપ્ત કરી હતી. વડા પ્રધાને ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસની છઠ્ઠી એડિશનનું ઉદઘાટન પણ કર્યું હતું.

5G ઇન્ટરનેટ સર્વિસમાં 4Gથી 10 ગણી સ્પીડ મળશે, જેનાથી લોકોને ઇન્ટરનેટ કરવામાં અને મુવી, ગેમ્સ, એપ અને અન્ય વસ્તુઓને ડાઉનલોડ કરવામાં બહુ ઓછો સમય લાગશે. મોબાઇલમાં ઇન્ટરનેટની સ્પીડ વધવાથી ઇન્ટરનેટ આધારિત ઘણાંબધાં કામ વધુ સરળ બનશે.

વડા પ્રધાન મોદીએ જિયો ગ્લાસ દ્વારા 5G ટેક્નોલોજીનો અનુભવ કર્યો હતો. તેમણે જિયોના યુવા એન્જિનિયરોની એક ટીમ દ્વારા એન્ડ-ટુ-એન્ડ 5G ટેક્નિકના સ્વદેશી વિકાસની પણ સમજ મેળવી હતી.

વડા પ્રધાનની સાથે ટેલિકોમપ્રધાન અશ્વિની વૈષ્ણવ, ટેલિકોમ રાજ્યપ્રધાન દેવુસિંહ ચૌહાણ, રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણી પણ ઉપસ્થિત હતા.

રિલાયન્સ જિયો અને એરટેલે ઓક્ટોબરથી દેશમાં 5G રોલઆઉટ કરવાની જાહેરાત પહેલાં જ કરી દીધી છે. 5G રોલઆઉટની સાથે દેશમાં ક્લાઉડ ગેમિંગ, AR/VR ટેક્નોલોજી, IoT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) વગેરેમાં સ્પીડ આવશે.5G નેટવર્કને દેશનાં 13 મોટાં શહેરોમાં સૌથી પહેલાં રોલઆઉટ કરવામાં આવશે. આ યાદીમાં દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ, ચંડીગઢ, ગુરુગ્રામ, હૈદરાબાદ, લખનૌ, પુણે, ગાંધીનગર, અમદાવાદ અને જામનગર સામેલ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular