Wednesday, July 16, 2025
Google search engine
HomeNewsNationalબંગાળની ચૂંટણીમાં ભાજપની કમાન સંભાળી શકે છે ખુદ મોદી

બંગાળની ચૂંટણીમાં ભાજપની કમાન સંભાળી શકે છે ખુદ મોદી

નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ માટે મિશન પશ્ચિમ બંગાળની કમાન પોતાના હાથોમાં લઈ લીધી છે. રાજ્યમાં આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી માટે તેઓ પોતે રાજ્યના તમામ પાર્ટી સાંસદોને મળીને પાર્ટીની તૈયારીઓને અંતિમ રુપ આપી રહ્યા છે. સંસદના બજેટ સત્ર દરમિયાન વડાપ્રધાન મોદી પોતે પાર્ટીના સાંસદો સાથે એક-એક કરીને સંસદ ભવનમાં આવેલા પોતાના કાર્યાલય પર મુલાકાત કરી રહ્યા છે. દરેક સાંસદ સાથે તેઓ 15-20 મીનિટ મુલાકાત કરે છે. આમાં વડાપ્રધાન મોદી રાજનૈતિક પરિસ્થિતિ વિશે ફીડબેક લે છે. પશ્ચિમ બંગાળથી ભાજપના 18 જેટલા સાંસદો છે. વડાપ્રધાન મોદી આ સાંસદોને એ પણ પૂછી રહ્યા છે કે, કેન્દ્ર સરકારની યોજનાઓનો સીધો લાભ રાજ્યની જનતા સુધી પહોંચી રહ્યો છે કે નહી. તેઓ રાજ્યમાં મમતા બેનર્જીની સરકારના પ્રદર્શન વિશે પણ આ સાંસદો પાસેથી ફીડબેક લઈ રહ્યા છે.

વડાપ્રધાન મોદીને એ વાતમાં પણ રસ છે કે રાજ્યમાં કયો મુદ્દો હાવી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ બંગાળને લઈને ખૂબ જ સક્રિય છે. પાર્ટી પોતાના સતત સુધરતા પ્રદર્શનથી આશાન્વિત છે. ગૃહમંત્રી અમિત શાહે પહેલા કહ્યું હતું કે, ભાજપ ત્યાં બે-તૃતિયાંશ બહુમત સાથે સરકાર બનાવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular