Monday, May 19, 2025
Google search engine
HomeNewsNationalમોદી આજે UNSC જાહેર ચર્ચાનું અધ્યક્ષપદ સંભાળશે

મોદી આજે UNSC જાહેર ચર્ચાનું અધ્યક્ષપદ સંભાળશે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ઉચ્ચ સ્તરીય બેઠકનું આજે અધ્યક્ષપદ સંભાળશે. આ જાહેર ચર્ચાનો વિષય છે, ‘સમુદ્રી સુરક્ષામાં વધારોઃ આંતરરાષ્ટ્રીય સહયોગની આવશ્યક્તા’. UNSCની આ ચર્ચાનું અધ્યક્ષપદ સંભાળનાર મોદી ભારતના પહેલા વડા પ્રધાન બનશે. આ જાહેર ચર્ચા, જે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા હશે તે ભારતીય સમય મુજબ આજે સાંજે 5.30 વાગ્યે યોજાશે.

આ જાહેર ચર્ચામાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ઉપરાંત કેન્યા, વિયેટનામ, કોન્ગો, નાઈજરના વડાઓ તેમજ અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કેન સહિત વિશ્વના અનેક નેતાઓ જોડાશે. આ કાર્યક્રમનું યૂનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલની વેબસાઈટ પરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે. સમુદ્ર વિસ્તારોમાં આચરવામાં આવતા ગુનાઓને અસરકારક રીતે રોકવા અને તે માટેના પગલાં લેવામાં વિશ્વના દેશોના સંકલનને કેવી રીતે મજબૂત કરવું એ વિશે આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular