Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalમોદીએ યૂક્રેનના-પ્રમુખને ફોન કરી એમનો આભાર માન્યો

મોદીએ યૂક્રેનના-પ્રમુખને ફોન કરી એમનો આભાર માન્યો

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યૂક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને આજે ફોન કર્યો હતો અને એમના યુદ્ધગ્રસ્ત દેશમાંથી ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓને બહાર નીકળવાનું યૂક્રેનના અધિકારીઓએ સુગમતાભર્યું બનાવ્યું એ બદલ એમનો આભાર માન્યો હતો.

મોદી અને ઝેલેન્સ્કી વચ્ચે ફોન પર 35 મિનિટથી વધુ સમય સુધી વાતચીત થઈ હતી. બંને નેતાએ યૂક્રેનમાં પ્રવર્તતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. યૂક્રેન પર લશ્કરી આક્રમણ કરવા છતાં રશિયા સાથે સમાધાનકારી વાટાઘાટ યૂક્રેને ચાલુ રાખી છે એની મોદીએ સરાહના કરી હતી. મોદી અત્યાર સુધીમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે બે વાર ફોન પર વાતચીત કરી ચૂક્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular