Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalજગદીપ ધનખડને બંધારણનું ઉત્તમ જ્ઞાન છેઃ મોદી

જગદીપ ધનખડને બંધારણનું ઉત્તમ જ્ઞાન છેઃ મોદી

નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ પદની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ના ઉમેદવાર તરીકે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડની કરવામાં આવેલી પસંદગી અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી છે.

મોદીએ ટ્વીટ કરીને ધનખડની ખૂબ પ્રશંસા કરી છે. એમણે ધનખડને કિસાન પુત્ર તરીકે ઓળખાવ્યા છે અને કહ્યું છે કે ધનખડને દેશના બંધારણ અને વિધાનમંડળોના કાયદાઓનું ઉત્તમ જ્ઞાન છે. તેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે અસાધારણ બની રહેશે. એમણે હંમેશાં ખેડૂતો, યુવાઓ, મહિલાઓ અને અધિકારોથી વંચિત લોકોનાં કલ્યાણ માટે કાર્ય કર્યું છે. કિસાન પુત્ર જગદીપ ધનખડજી એમની વિનમ્રતા માટે જાણીતા છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે એમને અમારા ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે તેનાથી મને ખુશી થઈ છે.

(તસવીર સૌજન્યઃ નરેન્દ્ર મોદી ટ્વિટર)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular