Monday, May 26, 2025
Google search engine
HomeNewsNationalક્રૂડ વધતાં પેટ્રોલની કિંમતો ઓલટાઇમ ઊંચી સપાટીએ

ક્રૂડ વધતાં પેટ્રોલની કિંમતો ઓલટાઇમ ઊંચી સપાટીએ

નવી દિલ્હીઃ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 11 મહિનાની ઊચી સપાટીએ પહોંચતાં દેશમાં આશરે એક મહિના બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. પેટ્રોલિયમ ઉત્પાદક દેશોની સંસ્થા OPECના સભ્ય દેશોની બેઠક યોજવામાં આવી હતી. જેમાં સૌથી મોટા ક્રૂડ ઓઇલ ઉત્પાદક અને નિકાસકાર દેશ સાઉદી અરેબિયાએ ફેબ્રુઆરી અને માર્ચમાં વધુ 10 લાખ બેરલ દૈનિક ધોરણે ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો છે. જેથી ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલના ભાવ હજી વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ વધીને 54.81 ડોલર પ્રતિ બેરલ થયા હતા, જે 26 ફેબ્રુઆરી પછીની સૌથી ઊંચી સપાટી છે. તો ડબ્લ્યુટીઆઇ ક્રૂડ ફ્યૂચરનો ભાવ પણ વધીને 51.02 ડોલર પ્રતિ બેરલ થયો હતો. સાઉદી અરેબિયાના ઉત્પાદન કાપના  નિર્ણયથી ક્રૂડમાં આવી તેજી ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલી તેજીનું મુખ્ય કારણ છે.

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 29 દિવસ બાદ વધ્યા છે. જેથી દિલ્હીમાં પેટ્રોલની કિંમતો 23 પૈસા વધીને લિટરદીઠ રૂ. 84.2 થયા છે, જ્યારે ડીઝલના ભાવ 26 પૈસા વધીને લિટરદીઠ રૂ. 74.38 થયા છે. એ જ રીતે મુંબઈમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર રૂ. 90.83, જ્યારે ડીઝલની કિંમતો પ્રતિ લિટરે રૂ. 81.07 થયા છે. ચેન્નઈમાં પેટ્રોલ-ડીઝલના પ્રતિ લિટરે ભાવ અનુક્રમે રૂ. 86.96 અને રૂ. 79.72 અને કોલકાતામાં રૂ. 85.68 અને ડીઝલની કિંમતો રૂ. 77.97 હતા.

જોકે સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટરે રૂ. 1.50નો ઘટાડો કર્યો છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular