Thursday, May 15, 2025
Google search engine
HomeNewsNationalપાર્લે પ્રોડક્ટ્સ સતત 10મા વર્ષે શ્રેષ્ઠ બ્રાન્ડ

પાર્લે પ્રોડક્ટ્સ સતત 10મા વર્ષે શ્રેષ્ઠ બ્રાન્ડ

મુંબઈઃ ભારતની FMCG (ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યૂમર ગુડ્સ) બ્રાન્ડ્સમાં પાર્લે પ્રોડક્ટ્સએ વિક્રમસર્જક કહેવાય એવા, સતત 10મા વર્ષે ટોચનું રેન્કિંગ જાળવી રાખ્યું છે. એ આજે પણ દેશની સૌથી વધારે પસંદ કરાતી બ્રાન્ડ છે. કેન્ટાર ઈન્ડિયાના એક અહેવાલમાં આ જાણકારી આપવામાં આવી છે.

વર્ષ 2021 માટેની યાદીમાં પાર્લે પછીના ક્રમે અમૂલ, બ્રિટાનિયા, ક્લિનિક પ્લસ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ આવે છે. સૌથી વધારે પસંદ કરાતી FMCG બ્રાન્ડ્સને કન્ઝ્યૂમર રીચ પોઈન્ટ્સ (CRP)ને આધાર તરીકે ગણવામાં આવે છે. પાર્લે 6,531 મિલિયન સીઆરપી પોઈન્ટ સ્કોર કરીને મોખરે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular