Monday, May 19, 2025
Google search engine
HomeNewsNationalઆ જ અઠવાડિયે રાઘવ ચઢ્ઢા-પરિણીતિ ચોપરાની સગાઈ?

આ જ અઠવાડિયે રાઘવ ચઢ્ઢા-પરિણીતિ ચોપરાની સગાઈ?

મુંબઈઃ એક સૂત્રને ટાંકીને હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલમાં જણાવ્યા મુજબ, આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા અને બોલીવુડ અભિનેત્રી પરિણીતિ ચોપરા આ જ અઠવાડિયામાં સગાઈનાં બંધનથી બંધાઈ જવાનાં છે. બંને જણ તાજેતરમાં અનેક વાર મુંબઈમાં સાથે જોવા મળ્યાં છે. બંને જણ લાંબા સમયથી એકબીજાંનાં પરિચયમાં છે અને ડેટિંગ કરી રહ્યાં છે. હવે એમણે લગ્નના બંધનમાં બંધાઈ જવાનું નક્કી કર્યું છે. જેની તારીખ હજી નક્કી થવાની બાકી છે. સગાઈ પ્રસંગ દિલ્હીમાં યોજાશે જેમાં બંનેનાં નિકટનાં પરિવારજનો જ હાજરી આપશે.

પરિણીતિની પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા પણ હાલ એનાં પતિ અમેરિકન નિક જોનસ સાથે દિલ્હી આવી છે. તેની ભારત મુલાકાતનું કારણ કદાચ બીજું હોઈ શકે છે, પરંતુ પરિણીતિ-રાઘવની સગાઈ પણ એક કારણ હોવાનું મનાય છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular