Monday, May 19, 2025
Google search engine
HomeNewsNationalવસઈ કિનારે અજ્ઞાત બોટ દેખાઈ; સુરક્ષાતંત્ર સતર્ક

વસઈ કિનારે અજ્ઞાત બોટ દેખાઈ; સુરક્ષાતંત્ર સતર્ક

મુંબઈઃ અહીંથી નજીકના પાલઘર જિલ્લાના વસઈ (વેસ્ટ)માં દરિયાકિનારા નજીક ગઈ કાલે એક અજ્ઞાત બોટ ખડક સાથે ટકરાઈને ફસાયેલી મળી આવતાં સ્થાનિક પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ બોટ વસઈના ભૂઈગાંવ-કળંબ બીચથી 10 સમુદ્રી માઈલ દૂર દરિયામાં નજરે પડી હતી. આ બોટ નાનકડા કદના બાર્જ પ્રકારની છે. અમુક સ્થાનિક લોકોએ પોલીસને જાણ કર્યા બાદ તપાસ શરૂ કરાઈ હતી.

આ બાબત શંકા ઉપજાવનારી એટલા માટે છે કે સામાન્ય રીતે માછીમારો માછલી પકડવા માટે એમની હોડીઓને આ ખડકવાળા ભાગમાં લઈ જતા નથી. ગઈ કાલે કોસ્ટગાર્ડના અધિકારીઓએ એક નાનકડા નિરીક્ષક વિમાનને પણ બોટનું નિરીક્ષણ કરવા માટે મોકલ્યું હતું, પરંતુ એ વખતે મોસમ ખરાબ હોવાને કારણે બોટમાં કોઈ વ્યક્તિ કે કોઈ પ્રકારની હિલચાલ સ્પષ્ટ રીતે દેખાઈ નહોતી. હવે આજે ડ્રોનની મદદથી બોટની તપાસ કરાશે અને ત્યારબાદ એનો માલિક કોણ છે એ શોધી કઢાશે.

(તસવીરઃ પ્રતીકાત્મક)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular