Thursday, November 27, 2025
Google search engine
HomeNewsNationalપાકિસ્તાની બહેને મોદીજીને રાખડી મોકલી

પાકિસ્તાની બહેને મોદીજીને રાખડી મોકલી

નવી દિલ્હી/અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પાકિસ્તાની બહેન કમર મોહસિન શેખે આગામી રક્ષાબંધન તહેવાર નિમિત્તે રાખડી મોકલી છે. એની સાથે જ એમણે એવી શુભેચ્છા વ્યક્ત કરી છે કે મોદીજી 2024ની લોકસભા ચૂંટણી જીતીને ત્રીજી વાર ભારતના વડા પ્રધાન બને. એએનઆઈ સમાચાર સંસ્થા સાથેની મુલાકાતમાં કમર મોહસિન શેખે કહ્યું કે, મેં નરેન્દ્ર મોદીને રાખડીની સાથે એક પત્ર પણ મોકલ્યો છે. નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડા પ્રધાન પદે ચૂંટાઈ આવે અને નિરોગી જીવન પ્રાપ્ત કરે એવી શુભેચ્છા મેં પત્રમાં આપી છે. કમર મોહસિન શેખે કહ્યું છે કે આ રાખડી એમણે જાતે બનાવી છે. તે સિલ્ક રિબનમાંથી બનાવી છે. એમણે એવી ઈચ્છા પણ વ્યક્ત કરી છે કે વડા પ્રધાન મોદી એમને મળવા માટે દિલ્હી બોલાવશે.

કોણ છે કમર મોહસિન શેખ?

કમર મોહસિન શેખ મૂળ પાકિસ્તાનનાં કરાચીનાં છે અને એમનાં લગ્ન અમદાવાદમાં થયાં છે. તેઓ છેલ્લા 28 વર્ષોથી મોદીજીને રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધે છે. તેઓ મોદીજીને દિલ્હીમાં પણ મળ્યાં હતાં. એમણે કહ્યું કે, મોદીજીને જ્યારે ખબર પડી કે હું મૂળ કરાચીની છું અને અમદાવાદમાં લગ્ન થયાં છે ત્યારે એમણે મને બહેન કહીને બોલાવી હતી. મારે કોઈ સગો ભાઈ નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular