Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalઓમિક્રોનના કેસો 40-દિવસ પછી પિક પર પહોંચશેઃ નિષ્ણાતો

ઓમિક્રોનના કેસો 40-દિવસ પછી પિક પર પહોંચશેઃ નિષ્ણાતો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનને લઈને સતત ચિંતા વધી રહી છે. વિવિધ રાજ્યોના નિષ્ણાતો દ્વારા આગળના પડકારો પર ગંભીરતાથી કામ કરવાની ચેતવણી અપાઈ રહી છે દેશમાં અત્યાર સુધી ઓમિક્રોનના કેસોની સંખ્યા 415 થઈ ગઈ છે. ગુજરાત પણ ઓમિક્રોનના કેસોની સંખ્યા વધીને 49 થઈ છે. કોવિડ નિષ્ણાતોની સમિતિના સભ્ય ડો. ટીએસ અનીશે કહ્યું હતું કે ઓમિક્રોનના કેસોની સંખ્યા 2-3 સપ્તાહમાં 1000 સુધી પહોંચવાની ધારણા છે.

તેમનું કહેવું છે કે વૈશ્વિક વલણોને જોતાં ઓમિક્રોનના કેસોની સંખ્યા બે-ત્રણ સપ્તાહમાં 1000 અને બે મહિનામાં ઓમિક્રોનના કેસોની સંખ્યા 10 લાખ સુધી પહોંચી જવાની ધારણા છે. આપણી પાસે એક મહિનાથી વધુનો સમય નથી, આપણે એને વધુ પ્રસરતો અટકાવવાની જરૂર છે.

દેશમાં ઓમિક્રોનના વધતા કેસો અને કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓની વચ્ચે દિલ્હી, યુપી, હરિયાણા, મહારાષ્ટ્ર અને તામિલનાડુ સહિત 12 રાજ્યોએ નવા વર્ષની અને ક્રિસમસની ઉજવણી પર કેટલાક પ્રતિબંધો મૂકી દીધા છે. યુપીમાં યોગી સરકારે ક્રિસમસથી રાત્રિ કરફ્યુની જાહેરાત કરી છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસો છે, જેથી જાહેર સ્થળોએ કલમ 144 લગાવવામાં આવી છે. આ સાથે ગુજરાતમાં ઓમિક્રોનના જોખમને જોતાં આઠ શહેરોમાં રાત્રિ કરફ્યુ આજથી અમલમાં આવે એ રીતે લગાડવામાં આવ્યો છે. આ કરફ્યુ અમદાવાદ, વડોદરા, સુરત રાજકોટ, જામનગર, ગાંધીનગર અને જૂનાગઢમાં અમલી રહેશે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular